ઓસિ.ના 178 રનના જવાબમાં આફ્રિકાના 9 વિકેટે 161
ડાર્વિન
તા.10: ટિમ ડેવિડના 8 છક્કાથી આતશી 83 રન પછી જોશ હેઝલવૂડ અને બેન ડવારશિસની 3-3 વિકેટની
મદદથી દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધના પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 17 રને
વિજય થયો છે. 3 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ થયું છે. ઓસ્ટ્રેલિયા ટીમ
20 ઓવરમાં 178 રને ઓલઆઉટ થઇ હતી. જવાબમાં દ. આફ્રિકાના 20 ઓવરમાં 9 વિકેટે 161 રન થયા
હતા.
ઓસ્ટ્રેલિયાની
6 વિકેટ 7પ રનમાં પડી ગઇ હતી. આ પછી ટિમ ડેવિડે વિસ્ફોટક બેટિંગ કરીને આફ્રિકાના તમામ
બોલર્સ વિરૂધ્ધ પાવર હિટિંગ કર્યું હતું. તેણે બાવન દડામાં 4 ચોક્કા અને 8 છક્કાથી
83 રનની આતશી ઇનિંગ રમી હતી. જયારે કેમરૂન ગ્રીને 13 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 3પ
રન બનાવ્યા હતા. કપ્તાન મિચેલ માર્શે મેચના પહેલા દડે છક્કો ફટકાર્યોં હતો. જો કે
13 રને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડ 1, જોશ ઇંગ્લીશ 0, મિચેલ ઓવેન 2 અને ગ્લેન મેકસવેલ
1 રન જ કરી શકયા હતા. આમ છતાં ઓસ્ટ્રેલિયા 178 રન સુધી પહોંચવામાં સફળ રહ્યંy હતું.
આફ્રિકાના યુવા બોલર વેના મફાકાએ 20 રનમાં 4 વિકેટ લીધી હતી.
આફ્રિકા
તરફથી ઓપનર રિયાન રિકલટને પપ દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 77 રનની ઇનિંગ રમી હતી. જયારે
ટ્રિસ્ટન સ્ટબ્સે 27 દડામાં પ ચોક્કાથી 37 રન કર્યાં હતા. કપ્તાન માર્કરમ (પ), પ્રિટોરિયસ
(2), જોર્જ લિંડે (0) કોબિન બોશ (2) નિષ્ફળ રહ્યા હતા. આથી આફ્રિકા ટીમ 20 ઓવરમાં 9
વિકેટે 161 રને અટકી ગઇ હતી અને 17 રને હાર સહન કરી હતી.