• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

યુએસ ઓપનમાં અધધ 788 કરોડની ઇનામી રાશિ જાહેર

મહિલા અને પુરુષ વિભાગના વિજેતાને 44-44 કરોડ રૂપિયા મળશે

નવી દિલ્હી, તા.10: વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનનો પ્રારંભ 24 ઓગસ્ટથી ન્યૂયોર્કમાં થશે. આ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ નવો રેકોર્ડ બન્યો છે. યુએસ ઓપન-202પ ટૂર્નામેન્ટની પ્રાઇસ મની જાહેર થઇ છે. જે ટેનિસ ઇતિહાસમાં કોઇ પણ ટૂર્નામેન્ટથી વધુ છે. અમેરિકી ઓપનની કુલ પ્રાઇસ મની 90 મિલિયન ડોલર એટલે કે લગભગ 788 કરોડ રૂપિયા છે. ગત સાલ આ ટૂર્નામેન્ટની પ્રાઇસ મની 7પ મિલિયન ડોલર હતી.

આ વખતે પુરુષ અને મહિલા સિંગલ્સ વિજેતાને રેકોર્ડ પ મિલિયન ડોલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા મળશે. જે ગત વર્ષની તુલનામાં 39 ટકા વધુ છે. ભારતમાં આઇપીએલ વિજેતા ટીમને 20 કરોડ મળે છે.

યૂએસ ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચનાર ખેલાડીને 1.26 મિલિયન ડોલર મળશે. ડબલ્સની પુરસ્કાર રાશી 23 ટકા વધારીને 4.78 મિલિયન ડોલર કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક