• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

એશિયા કપમાં શ્રીલંકા ટીમનું સુકાન ચરિથ અસાલંકા સંભાળશે

પથિરાના, હસારંગા અને શનાકા સામેલ

 

કોલંબો, તા.28: એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટની શ્રીલંકાની ટીમ આજે જાહેર થઇ છે. જેની કપ્તાની મીડલ ઓર્ડર બેટર ચરિથ અસાલંકાને સોંપવામાં આવી છે. ટીમમાં આઇપીએલ સ્ટાર ઝડપી બોલર મથીશા પથિરાના અને સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસારંગા સામેલ છે. પથિરાના આઇપીએલમાં સીએસકે તરફથી રમે છે અને તેની ઓળખ જૂનિયર મલિંગા તરીકે થાય છે. શ્રીલંકા ટીમમાં પૂર્વ કપ્તાન દાસૂન શનાકાને તક અપાઇ છે. એશિયા કપમાં શ્રીલંકા ટીમ ગ્રુપ બીમાં બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ સાથે સામેલ છે. શ્રીલંકા તેના અભિયાનની શરૂઆત 13 સપ્ટેમ્બરે અબુધાબીમાં બાંગલાદેશ સામે મેદાને પડીને કરશે.

શ્રીલંકા ટીમ: ચરિથ અસાલંકા (કેપ્ટન), પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ, નુવાનીદુ ફરનાન્ડો, કામિંદુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, વાનિંદુ હસારંગા, ડુનિથ વેલાલગે, ચમિકા કરુણારત્ને, મહીશ તિક્ષ્ણા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફરનાન્ડો, નુવાન તુષારા અને મથીશ પથિરાના.

ઇ-પેપરના નવા શુલ્ક