• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ઇંગ્લેન્ડને ફટકો સ્ટોક્સ T-20 વર્લ્ડ કપમાંથી આઉટ

લંડન, તા.2 : ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને રેડ બોલ (ટેસ્ટ ફોર્મેટ) કેપ્ટન બેન સ્ટોક્સ આગામી ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી ગયો છે. તેણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી છે કે ટીમ પસંદગી માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. પસંદગી સમિતિએ મારા નામ પર વિચાર ન કરવો.

ગત ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ જયારે ચેમ્પિયન બની હતી ત્યારે બેન સ્ટોકસે જ વિનિંગ શોટ ફટકાર્યો હતો. ગયા વર્ષે તેણે વન ડે ક્રિકેટમાં નિવૃત્તિ પાછી ખેંચી હતી અને વન ડે વર્લ્ડ કપનો હિસ્સો બન્યો હતો. તે પાછલા ટી-20 વર્લ્ડ કપ બાદ ફકત બે જ ટી-20 મેચ રમી શક્યો છે. આ બન્ને મેચ તેણે ગત આઇપીએલ સીઝનમાં સીએસકે તરફથી રમ્યા હતા. આ વર્ષે સ્ટોકસ આઇપીએલમાંથી પણ ખસી ગયો છે.

નબળી ફિટનેસને લીધે ભારત સામેની પાછલી ટેસ્ટ શ્રેણીમાં બેન સ્ટોકસ ફક્ત ચાર ઓવર જ કરી હતી. સ્ટોકસ કહે છે કે હું દરેક ફોર્મેટમાં ઓલરાઉન્ડર તરીકે ખુદને ફિટ રાખવા મહેનત કરી રહ્યો છું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક