મેંદરડા-તાલાલા-ઉમરાળા 2, માળિયા હાટીના- માણાવદર-વિંછિયા-ધારી-ગારીયાધાર 1, ડોળાસા 0.75 ઇંચ વરસાદ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ
તા.23: ચોમાસાનું શરૂઆતથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા
મળી રહી છે. સૌરઠમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે ભેંસાણ 3.5, વંથલી
3, જૂનાગઢ- વિસાવદરમા 2.5 ઇંચ મેંદરડા-તાલાલા 2, માળિયા હાટીના- માણાવદમાં 1 ઇંચ જેટલો
વરસાદ વરસ્યો છે. તેમજ જામનગર જિલ્લામાં પણ ગતરોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામડાઓમાં
ભારે વરસાદના કારણે પાણી ભારાયા હતા. ઉપરાંત આજે રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ
વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરુઆત કરી
દીધી છે.
જૂનાગઢ:
શહેર અને જિલ્લામાં ગતરાત્રે હળવાથી ભારે મેઘરાજાની મહેર ઉતરી હતી. તે આજે બપોર સુધી
યથાવત રહેતા ભેંસાણ 3.5, વંથલી 3, જૂનાગઢ અને વિસાવદર 2.5, મેંદરડા 2, માળિયા હાટીના
અને માણાવદર 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો અને મોડી
સાંજે ફરી ધીમીધારે પધરામણી કરી હતી. વાવણી
ઉપર આ વરસાદ ફાયદાકારક છે.
ડોળાસા:
આજે સવારના દસ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. જે સાંજના છ વાગ્યા સુધી ચાલુ
રહ્યો હતો. આ દરમ્યાન 17 મી.મી.વરસાદ નોંધાયો છેમાવઠા સહિત મોસમ નો કુલ વરસાદ 246 મી.મી.થયો
છે.
જામકંડોરણા:
આજે દિવસ દરમ્યાન વરસાદી માહોલ છવાયો હતો અને બપોરબાદ ઝાપટારુપે 8 મીમી વરસાદ પડયો
હતો.
વિંછીયા:
સાજે વીજળીના કડાકા ભડાકા સાથે અંદાજે એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તાલુકાના ગામડાઓમાં
પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ધારી:
શહેર તેમજ આજુબાજુના કુબડા, ગોવિદપુર, જર, મોરજર, દલખાણીયામાં સારો વરસાદ પડતાં નતાલીયા
નદીમાં નવા નીરની આવક થઈ હતી. ધારી શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં અંદાજે અડધા થી એક
ઈચ વરસાદ પડયો હતો.
તાલાલા:
પંથકમાં થયેલી વાવણી ઉપર બે ઈંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આજે વહેલી
સવારથી તાલાલા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ શહેર તથા આખા પંથકમાં બે
ઇંચથી વધુ પડ્યો હતો. આખો દિવસ પડેલ વરસાદથી આખો પંથક પાણીથી તરબોળ થઈ ગયો છે. આ વરસાદ
ગીરના જંગલમાં વધુ પડયો છે.
ઉમરાળા:
પાંચ દી’ના વિરામ બાદ આજે બપોરના બે વાગે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ચાર વાગ્યા
સુધીમાં 46 મી.મી. પાણી ઠાલવ્યું હતું.
જામનગર:
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી, અને મોટી ભલસાણ ગામમાં
છેલ્લા 24 કલાક દરમિયાન 255 મી.મી.(10 ઇંચ) થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત
થયા છે. જેને લઈને ગામમાં પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મોટી
બાણુગાર ગામમાં 140 મી.મી., અલિયાબાડામાં 105 મી.મી., મોટા વડાળામાં 124 મી.મી., ભલસાણ
બેરાજામાં 130 મી.મી., મોટા પાંચ દેવડામાં 120 મી.મી., પીપરટોળા માં 142 મી.મી. અને
હરીપરમાં 115 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં
અડધાથી ચાર ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.
ધોરાજી:
ગઈ રાત્રે વધુ વરસાદ અને પવનના લીધે જમનાવડ પીપળીયા વચ્ચે રોડ પર મોટું વૃક્ષ પડી જતા
વાહન વ્યવહાર બંધ થયો હતો. જેની જાણ થતા રાત્રે જ જમનાવડ ગ્રામ પંચાયત સરપંચ અને તાલુકા
ભાજપ પ્રમુખ હિતેશભાઈ સહિતનાને થતા તાત્કાલિક જેસીબી બોલાવી વાહનવ્યવહાર ફરીથી ચાલુ
કરાવ્યો હતો.
ગારિયાધાર:
શહેરના અને પંથકના આજે બપોરે 12:30 પછી એકાએક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી જે હળવા
ભારે વરસાદી ઝાપટાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હતો. પંથકના નવાગામ, નાનીવાવડી,
લુવારા, મેસણકા, પરવડી,ખોડવદરી અને મેસણકા સહિતના ગામોમાં પણ વરસાદ પડી જવા પામ્યો
હતો.
ભાવનગર
: જિલ્લામાં હળવા-ભારે ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહુવા અને વલ્લભીપુરમાં
અડધો ઈંચ વરસાદ પડયો છે.