અમેરિકાની ધરતી ઉપરથી મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી : અમે ડૂબશું તો અડધી દુનિયાને લેતા જઈશું : ભારત ડેમ બાંધશે તો અમે મિસાઈલો છોડીશું
નવી
દિલ્હી, તા.10: ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાનાં હાથે ધોબીપછાડ ખાધા પછી પણ પાકિસ્તાન
અને તેનાં સેનાપ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની પૂંછડી સીધી થતી નથી. તેમાં પણ છેલ્લા
કેટલાક સમયથી અમેરિકાની આળપંપાળનાં કારણે પાકિસ્તાનને જો ચડયું તેવો બેફામ વાણીવિલાસ
કરવા લાગ્યું છે. જેમાં હવે અમેરિકાની જમીન ઉપરથી મુનીરે ભારતને ગીદડભક્તિ આપીને કહ્યું
છે કે, ભવિષ્યમાં યુદ્ધ થાય અને જો તેમાં પાક.નાં અસ્તિત્વ ઉપર કોઈ ખતરો ઉભો થાય તો
આખાં ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેવામાં આવશે.
અમેરિકાનાં
ટામ્પા શહેરમાં કારોબારી અદનાન અસદ દ્વારા આયોજિત
એક ભોજન સમારોહમાં મુનીરે કહ્યું હતું કે, પાકિસ્તાન એક પરમાણુ રાષ્ટ્ર છે અને જો અમને
લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અડધી દુનિયાને અમારી સાથે લેતા જઈશું.
મુનીરે
ભારતને ખતમ કરેલી સિંધુ જળસંધિ ઉપર વાત કરતાં કહ્યું હતું કે, ભારતનાં આ ફેંસલાથી
2પ કરોડ લોકો ઉપર ભૂખમરાનો ખતરો ઉભો થઈ શકે છે. અમે રાહ જોઈ રહ્યાં છીએ કે ભારત ક્યારે
ડેમ બનાવે છે. જ્યારે ડેમ બનાવાશે ત્યારે અમે 10 મિસાઈલથી તેને ધ્વસ્ત કરી નાખશું.
સિંધુ નદી ભારતનાં લોકોની પારિવારિક સંપત્તિ નથી અને અમારી પાસે પણ મિસાઈલનો તોટો નથી.
ભારત
સામે ચાર દિવસ સુધી ચાલેલી સૈન્ય અથડામણ બાદ મુનીર બીજીવાર અમેરિકાની યાત્રાએ છે. આ
પહેલા તેઓ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતાં. આ વખતે અમેરિકાનાં શીર્ષ
રાજદ્વારી અને સૈન્ય નેતાઓ સાથે બેઠકો કરી છે.
મુનીરે
વરિષ્ઠ રાજકીય અને લશ્કરી નેતૃત્વ તેમજ પાકિસ્તાની વિદેશીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત,
ટેમ્પામાં, મુનીરે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના વિદાય લઈ રહેલા કમાન્ડર જનરલ
માઈકલ ઈ. કુરિલાના નિવૃત્તિ સમારોહ અને એડમિરલ બ્રેડ કૂપરના કમાન્ડ સંભાળવાના પ્રસંગે
આયોજિત પરિવતર્નન સમારોહમાં હાજરી આપી હતી.
જૂન
મહિનામાં, મુનીર પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભોજન સમારોહમાં હાજરી આપી હતી. સામાન્ય રીતે
આ પ્રકારનું સન્માન રાજ્યના વડા કે સરકારના વડાને આપવામાં આવે છે. તે બેઠકના અંતે ટ્રમ્પે
તેલ સોદા સહિત વિવિધ ક્ષેત્રોમાં અમેરિકા-પાકિસ્તાન સહયોગ વધારવાની જાહેરાત કરી હતી.