ઈડીએ દાખલ કર્યુ ચાર્જશીટ : બે કંપની મારફત કાળી કમાણી કરી સંપત્તિ ખરીદી અને કંપનીઓનાં દેણાં ભર્યાનો આરોપ
નવીદિલ્હી, તા.10: કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીનાં
પતિ રોબર્ટ વાડ્રાએ બે કંપની મારફત પ8 કરોડ રૂપિયાની ગેરકાનૂની કમાણી અને તે નાણાનો
ઉપયોગ સંપત્તિ ખરીદવાથી માંડીને પોતાનાં કારોબારી દેણાં ચૂકવવામાં કર્યો હોવાનો મોટો
આરોપ ઈડીએ લગાવ્યો છે. ઈડી દ્વારા આજે રોબર્ટ વાડ્રા સામે આનું ચાર્જશીટ પણ દાખલ કરી
દેવામાં આવ્યું હતું.
ઈડીનાં
આરોપનામા અનુસાર વાડ્રાને બે કંપનીમાંથી 58 કરોડ રૂપિયાની કાળી કમાણી મળી હતી. જે કથિત
અપરાધિક ગતિવિધિ સાથે જોડાયેલી છે. તેમણે આ રકમનો ઉપયોગ કથિત રીતે અચલ સંપત્તિઓ ખરીદવામાં,
રોકાણ કરવામાં, લોન આપવામાં અને પોતાની ગ્રુપ કંપનીઓનાં દેવા ચૂકવવામાં કર્યો હતો. ચાર્જશીટમાં
કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન કથિત અપરાધિક ગતિવિધિથી થયેલી કમાણીનું
સટિક આકલન કરવામાં આવ્યું હતું. વાડ્રા પાસે 58 કરોડ રૂપિયાની એવી રકમ આવી હોવાનો ખુલાસો
થયો છે જે બે માર્ગેથી આવી હતી. આમાં પાંચ કરોડ રૂપિયા બ્લૂ બ્રીજ ટ્રેડિંગ પ્રા.લિમિટેડ
(બીબીટીપીએલ) દ્વારા અને 53 કરોડ રૂપિયા સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટી પ્રા.લિ.(એએલએચપીએલ)
મારફત ટ્રાન્સફર થયા હતાં. ઈડીનો આરોપ છે કે, આ કમાણી સૂચિત અપરાધમાંથી પેદા થઈ હતી
એટલે કે, તેનો સ્રોત જ પહેલેથી અપરાધ ઘોષિત હતો.
તપાસ
દરમિયાન બેન્કનાં વ્યવહારો, કંપનીનાં હિસાબો અને સાક્ષીઓનાં નિવેદનોનાં આધારે આ નાણાપ્રવાહને
ઓળખવામાં આવ્યો હતો. ઈડીએ એવું પણ કહ્યું છે કે, જે કંપનીઓ મારફત ધન આવ્યું તેનું સંચાલન
વાડ્રાનાં જ નજીકનાં સહયોગીઓનાં હાથમાં હતું.
ઈડીએ
દાખલ કરેલા ચાર્જશીટ ઉપર હવે કોર્ટમાં સુનાવણી થશે અને જો અદાલત આરોપો ઘડે તો વાડ્રાને
મની લોન્ડ્રિંગ રોકથામ કાયદા(પીએમએલએ) હેઠળ સજાનો સામનો પણ કરવો પડી શકે છે. વાડ્રા
તરફથી હજી સુધી આ બારામાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.