• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સોમનાથ કોરિડોર આપદા નિવારણ માટે ભૂદેવોએ પુરુષસૂક્ત પાઠ કર્યા

            બ્રહ્મપુરી ખાતે સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા હરિ અને હરને પ્રાર્થના કરાઈ

વેરાવળ, તા.10 : પ્રભાસ પાટણ બ્રહ્મપુરી ખાતે સોમનાથ મંદિર કોરિડોર મામલે ઉદ્ભવેલી પરિસ્થિતિને આપદા ગણાવી ભૂદેવો દ્વારા પાઠાત્મક પુરુષસૂક્તના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સોમનાથ સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન જાનીએ જણાવ્યું હતુ કે, સોમનાથ મંદિર કોરિડોરના કારણે પ્રભાસ તીર્થ નગરના અસ્તિત્વ પર મોટું સંકટ આવી પડયું છે. આ પરિસ્થિતિમાં અહીંના નગરજનો ઘર વિહોણા બને તેવી આશંકા છે. પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે કે આ સંકટમાંથી મુક્તિ મળે અને કોરિડોર નામનો વિચાર પડતો મુકાય. સાથે પ્રભાસ પાટણની અખંડિતતા જળવાઈ રહે તે માટે ભગવાન સોમનાથ અને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવામાં આવી રહી છે. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા આયોજિત પાઠાત્મક પુરુષસૂક્તના પાઠનું પઠન મોડી રાત્રી સુધી ચાલ્યું હતુ. આ આયોજન દ્વારા પ્રભાસ પાટણ નગરના લોકોને ઘર વિહોણા થવાથી બચાવવા માટે શાસ્ત્રોક્ત પ્રાર્થના કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક