ચક્ષુદાન
જેતપુર:
જેતપુરના હસમુખભાઈ સગાલાનું અવસાન થતાં માનવ સેવા યુવક મંડળ, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી
સહકારથી ચક્ષુદાન કરાયું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા,
સાગર સોલંકીને જેતપુરના સેવાભાવી ડોક્ટરે સંજય ક્યાડાએ ટેલિફોન કરીને જણાવેલ કે હસમુખભાઈ
ગૌરીશંકર સંગાલાનું અવસાન થતા તેનું ચક્ષુદાન કરવું છે તેવી જાણ કરાતા સરકારી હોસ્પિટલના
અધ્યક્ષક ડોક્ટર જયેશ વેસેટિયન, તેમની ટીમે પોતાની સેવા બજાવી હતી. આ તકે ભાનુમતીબેન
સંગાલા, જીજ્ઞેશભાઈ સંગાલા, હિતેશભાઈ પિયારાણી, હર્ષદભાઈ દવે વગેરે ઉપસ્થિત હતા.
દેહદાન
જામનગર
: જૈન ધનવંતરાય પ્રાણજીવન શાહ (મહાવીર અનાજ ભંડારવાળા)(ઉં.93) તે સ્વ.ઈંદુબેનના પતિ,
તે હરીશભાઈ, હરદીપભાઈ, નેમીશભાઈ, પલવીબેન રમેશભાઈ ઘાટલિયાના પિતાશ્રી, તે મમતા, પૂજા,
કપિલ, રુચી, ચિંતન અને કિંજલના દાદા, તે સાગર ઘાટલિયાના નાના, પ્રાણજીવન ઝવેરચંદ પટેલના
જમાઈનું તા.26ના અવસાન થયું છે. તેમની ઈચ્છા અનુસાર ચક્ષુનું દાન સાથે દેહદાન કરાશે.
અંતિમ દર્શન તા.27ના બુધવારે સવારે 9થી 10, તેમનાં નિવાસસ્થાન, 203 - સંપત્તિ એપાર્ટમેન્ટ,
સ્વસ્તિક સોસાયટી, જામનગર છે. સદ્ગતની ઈચ્છા અનુસાર તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્કીનદાન,
ચક્ષુદાન
રાજકોટ
: જૈન સમાજના સ્વ.દીપેશભાઈ નરેન્દ્રભાઈ બાવીશીનું નાની ઉંમરે અવસાન થતાં પરિવારનાં
બહેન અમીષાબેન ધવલભાઈ સંઘવી, પિતરાઈ ભાઈ ધવલભાઈ બાવીશીની સહમતીથી સ્વ.દિપેશભાઈનાં ચક્ષુદાન,
સ્કીન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. મેડિકલના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અને મેડિકલ સંશોધન
માટે દેહદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજને આપેલ છે. તે માટેની તમામ વ્યવસ્થા
જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટીના ચેરમેન ઉપેનભાઈ મોદી, વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક
મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના અનુપમભાઈ દોશી દ્વારા કરવામાં આવેલ.
ચક્ષુદાન
રાજકોટ:
દિપેશભાઈ નરેન્દ્રભાઈ બાવીસીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 595મું ચક્ષુદાન. આ નવેમ્બર-24 મહિનામાં
આઠ (8)મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
સ્વ.હરિલાલ જીવરાજભાઈ કક્કડના દીકરી જ્યોતિબેન હરિલાલ કક્કડ (ઉં.70) તે દિલીપભાઈ કક્કડ,
હંસાબેન ગણાત્રા, દક્ષાબેન કક્કડના બેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે
4થી 5, રાતિયા હનુમાન મંદિર, સુભાષનગર મેઈન રોડ, આમ્રપાલીની પાછળ, રાજકોટ છે.
ડોળાસા:
પાંચ પીપળવા તા.કોડિનારના ગંગાબેન મીઠાભાઈ વાળા (ઉં.102) તે કેશરભાઈ, કરશનભાઈ અને પ્રતાપભાઈ
(માર્કેટિંગ યાર્ડ, પ્રાંસલી)ના માતુશ્રી, તે દિનેશભાઈ (પ્રાથમિક શિક્ષક, જંત્રાંખડી),
વજુભાઈ (માર્કેટિંગ યાર્ડ, કોઋડનાર), રણજીતભાઈ, રમેશભાઈ અને અશ્વિનભાઈના દાદીનું તા.25ના
અવસાન થયું છે. બેસણું તા.28ના ગુરુવારે, કોમ્યુનીટી હોલ, પાંચ પીપળવા (તા.કોડિનાર)
છે.
જામખંભાળિયા:
મૂળ દ્વારકાના સ્વ.પરસોત્તમ નથુ મોદીના પત્ની પુષ્પાબેન (મંગળાબેન)(ઉં.80) તે સ્વ.અશોક,
ધનજીભાઈ, સુરેશના માસી, તે રમણિકલાલ શાંતિલાલ ઓખાના ભાભુ, તે ભોગાતવાળા ત્રિકમદાસ જમનાદાસ
દાવડાની પુત્રી, તે ગોરધનભાઈ, માધવજીભાઈ, કરશનભાઈ, વજુભાઈ, રમેશભાઈ, સુભાષભાઈ, દ્વારકાવાળા
મીનાબેન પ્રહલાદકુમાર ગોકાણીના મોટાબેનનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર
પક્ષની સાદડી બન્ને તા.27ના 5થી 5-30, જલારામ મંદિર, પ્રાર્થના હોલ, ખંભાળિયા ખાતે
બહેનો, ભાઈઓની સાથે
રાખેલ
છે.
ગોંડલ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નિર્મળાબેન રમણીકલાલ જોષી (ઉં.78) તે સ્વ.રમણીકલાલ
કેશવલાલ જોષીના પત્ની, તે સ્વ.બીપીનભાઈ જોષી, મુકેશભાઈ જોષી (ગોંડલ), અતુલભાઈ જોષી
(રાજકોટ), પરેશભાઈ જોષી (જામનગર)ના કાકી, તે અમરેલીના હરેશભાઈ શાંતિલાલ મહેતા, ઈન્દ્રવદનભાઈ
શાંતિલાલ મહેતાના બહેનનું તા.26ના અવસાન થયું છે. બેસણું ગોંડલમાં તેમના નિવાસ સ્થાને
તા.28ના 4થી 6, “િશવકૃપા’’, રણછોડનગર, કે.વી.રોડ, ગોંડલ છે. મો.નં.98243 14550
વિસાવદર:
વિસાવદર નિવાસી રવિરાય કનકરાય જોષી (ઉં.81) સાઠોદરા નાગર બ્રાહ્મણ તે મનોજભાઈ શાત્રી,
એડવોકેટ નયનભાઈ જોષી, દેવાંગભાઈ જોષી (એડિશનલ સિનિયર જજ-અમદાવાદ), રીટાબેન જોષીના પિતાશ્રીનું
અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.27ના સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાને નીકળશે.
જામખંભાળિયા:
ગાગા નિવાસી યોગીનીબા વિજયસિંહ વાઢેર (ઉં.27) તે વિજયસિંહ વાઢેરના પુત્રી, તે વનરાજસિંહ
વિજયસિંહ વાઢેર (દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ)ના નાના બેનનું અવસાન થયું
છે. બેસણું તા.28ના સાંજે 4થી 5-30, ભાઈઓ માટે સ્થળ યોગેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વરનગર
અને બહેનો માટે દતાણીનગર તેમના નિવાસ સ્થાને છે.
જામનગર:
કિશોરભાઈ દયાળજીભાઈ કોટેચા (ઉં.60) તે કરુણાબેન, ઈલાબેન, દીપકભાઈ કોટેચાના નાનાભાઈ,
તે વિજય કોટેચા (તંત્રી-સૌરાષ્ટ્ર આસપાસ-જામનગર)ના મોટાભાઈ, તે રમેશભાઈ ત્રિવેદી, નિલેશભાઈ
સોમૈયા અને જયેશભાઈ કારીયાના સાળાનું તા.25ના
અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5થી 5-30, ભાઈઓ-બહેનો માટે પાબારી હોલ,
તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
ભાર્ગવ (મનોજ) અંજારિયા (ફેમીલી કોર્ટ રાજકોટ)(ઉં.52) તે બીનાબેન અંજારિયાના પતિ, પ્રિયાંક
અંજારિયાના પિતાશ્રી, સ્વ.મધુકરભાઈ અંજારિયા, ઉર્વશીબેન (ઉમાબેન) અંજારિયાના જયેષ્ઠ
પુત્ર, તે મૃગેન્દ્રભાઈ ઘોડા (જૂનાગઢ)ના જમાઈ, ડો.શૈલેન્દ્ર અંજારિયા, હાર્દિક અંજારિયા
(ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ)ના મોટાભાઈ, ડો.કૃતાર્થ અંજારિયા, પરણા-પ્રંશુલના મોટા કાકા,
તે સ્વ.વિભાકરભાઈ જયકરભાઈ (યોગેશભાઈ), પ્રભાકરભાઈ, પિનાકીનભાઈ અંજારિયાના ભત્રીજાનું
અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા તા.27ના સવારે 8 કલાકે તેઓના નિવાસ સ્થાન, પેરેમાઉન્ટ
આર્કેડ, ફ્લેટ નં.104, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા નજીક, જામનગર રોડ, રાજકોટથી નીકળશે.
અમરેલી
: ચાંદગઢ નિવાસી હાલ અમરેલી મનસુખભાઈ ગંગાશંકર રાવળ (ઉં.93) તે સંદીપભાઈના પિતાનું
તા.26નાં અવસાન થયું છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ઉર્મિલાબેન પાઠક (ઉં.88) તે સ્વ.જટાશંકર દીવેશ્વર પાઠકનાં
પત્ની, તે સૂર્યકાન્તભાઈ (નિવૃત્ત બેન્ક ઓફ બરોડા), અનિરુદ્ધભાઈ, ગિરીશભાઈ, રેખાબેન
હરેશકુમાર જોષી (અમદાવાદ)નાં માતુશ્રી, ચિરાગ પાઠક (હાલ કતાર), જૈવિક, નિધિબેનના દાદી,
તે ક્રિષ્ના (અમદાવાદ), અર્જુન (કેનેડા)નાં નાની, કુમુદબેન, ભાવનાબેનનાં સાસુનું તા.26ના
રાજકોટમાં અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6, ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, શેરી
નં.4, કાલાવડ રોડ, રાજકોટ છે. મો.નં.94282 74520, 94274 25417
માણાવદર:
મનસુખલાલ ગિરીજાશંકર ભટ્ટનાં પત્ની મંજુલાબેન (ઉં.85) તે નિતેશભાઈ, બિપીનભાઈનાં માતુશ્રી,
તે યતિશભાઈ, વિશાલભાઈ તથા યશભાઈનાં દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના
સાંજે 4થી 6, ગોકુલધામ સોસાયટી, એસબીએસ કોલોની પાસે, માણાવદર છે.
બોટાદ:
જીવુબેન માનસંગભાઈ ચૌહાણ (ઉં.93) મૂળ ગામ રંગપર તા.વલભીપુર હાલ બોટાદ તે લીલાબેન, વસંતબેનનાં
માતુશ્રી, તે કરશનભાઈ જીવાભાઈ સોલંકીનાં સાસુ, તે મહેશભાઈ (જેટકો, બોટાદ), નિકુલસિંહ
(શિરવાણિયા પ્રા.શાળા), ભરતસિંહ ડાભી (અડતાળા)નાં નાનીનું તા.25ના અવસાન થયું છે. બેસણું
તા.28ના સાંજે 4થી 6, 17-જયગોપાલ સોસાયટી, પાંચપડા, બોટાદ છે.