ચક્ષુદાન
રાજકોટ:
ચિમનલાલ ગોપાલજી લોઢિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં
કુલ 616મું ચક્ષુદાન થયેલું છે.
ધોરાજી:
નગરપાલિકાના કર્મચારી ગજેન્દ્રભાઇ ભાસ્કરનું અવસાન થતાં પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન
કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને 337મું ચક્ષુદાન મળ્યું
છે.
ધોરાજી:
જૂનાગઢના સોની સમાજના અગ્રણી મગનલાલ રાજપુરાનું અવસાન થતા પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન
કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને 335મું ચક્ષુદાન મળ્યું
છે.
ધોરાજી:
જેતપુરના પટેલ અગ્રણી મુકેશભાઇ ભોવાનભાઇ ઠુંમરનું અવસાન થતાં પરિવારજનોની ઇચ્છાનુસાર
ચક્ષુદાન કરાયું છે. ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવસેવા યુવક માનવ સેવા યુવક મંડળની
પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 336મું ચક્ષુદાન
મળ્યું છે.
રાજકોટ:
જૈન પરિવારનાં નયનાબેન મુકેશભાઇ પારેખનું અવસાન થતાં તેમના પુત્ર અને જીવદયા ગ્રુપના
કાર્યકર નિરવભાઇ અને પરિવારની સહમતી અને પ્રેરણાથી ચક્ષુદાન કમિટી કરાયું છે. આશ્રય
કમિટી તથા વિવેકાનંદ યુથ કલબનું આ 144મું ચક્ષુદાન છે.
આટકોટ:
કિરણબેન જોષી તે જગદીશભાઈ શશીકાંતભાઈ જોષી(હોટલ ગ્રીનવાળા)ના પત્ની, અર્જુન, પાર્થ,
ક્રિષ્નાબેન ભુષણકુમાર પંડયા(દેરડી), ઝરણાબેન આનંદકુમાર ઉપાધ્યાય(સોમનાથ)ના માતા, કલ્પેશભાઈ,
અલ્પેશભાઈ, ગૌરાંગભાઈ, ગીતાબેન રોહિતકુમાર(મહુવા), શીલાબેન પંકજકુમાર (સાવરકુંડલા),
હર્ષદભાઈ, ધ્રુવીબેન દર્શિતકુમાર (પડધરી)ના ભાભીનું તા.12ના અવસાન થયું છે. બેસણું
તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, રાધાનગર, આટકોટ ખાતે છે.
અમરેલી:
વિમળાબેન (ઉં.84) તે સ્વ.જયેન્દ્રભાઈ વૃજલાલ આચાર્યના પત્ની, મુકેશભાઈ, હેમાંગભાઈ,
હેતલબેનના માતા, વિશાલ, નિધિ, ઋત્વિકના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને
ગુરુવારે સાંજે 4થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, સ્વામીનારાયણ નગર-1, બ્રાહ્મણ સોસાયટી,
અમરેલી ખાતે છે.
બાબરા:
બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન (ઉં.90) તે સ્વ.છોટાલાલ દયાળજીભાઈ આશરાના પત્ની, હરીશભાઈ,
યોગેશભાઈ, અશ્વિનભાઈ, રાજેન્દ્રભાઈ, વિપુલભાઈ, દિનેશભાઈ, કામીનીબેન, રંજનબેન, રક્ષાબેન,
રૂપાબેનના માતા તથા પ્રજેસ, જયના દાદી, ગિરધરલાલ ઓધવજી મેરના દીકરીનું તા.14ના અવસાન
થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, બાબરા
ખાતે છે.
જૂનાગઢ:
હિમાંશુ મધુસુદન શુક્લ (ઉ.79, નિવૃત્ત જીઈબી) તે ભાવનાબેનના પતિ, ખ્યાતિ, કવનના પિતા
તેમજ ઉર્વીશ શુક્લના મોટાભાઈનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને ગુરુવારે
સાંજે 5થી 6, અનંત ધર્માલય, માંગનાથ રોડ ખાતે છે.
ગોંડલ:
જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રિય વિનોદરાય દ્વારકાદાસ બોસમીયા તે ગોંડલ નિવાસી ડો.ભુપતભાઈ
પરમાનંદભાઈ નિર્મળ, સ્વ.નટુભાઈ, મહેન્દ્રભાઈ, કિરીટભાઈના બનેવી તેમજ ડો.ભાવેશ નિર્મળ,
ડો.હિતેશ નિર્મળના ફુવાનું તા.11ના અવસાન થયું છે. બેસણું અને સાદડી તા.16ને ગુરુવારે
સાંજે 4થી 5, સ્ટેશન પ્લોટ, હેમવાડી, શિશુ મંદિર સ્કૂલ પાસે, ગોંડલ ખાતે છે.
ભાવનગર:
ભવ્યાંગ રજનીકાંત ભટ્ટ (ઉ.65) તે સ્વ.જ્યોત્સનાબેન, સ્વ.રજનીકાંતભાઈ ભટ્ટના મોટા પુત્ર,
ઋચાબેન ભટ્ટના પતિ, સ્વ.વિક્રમભાઈ ભટ્ટના મોટાભાઈ, ઈન્દુબેન ભટ્ટના જેઠ તેમજ શૈલ અને
નુપુરના મોટા બાપુજી, કુમુદબેન વજુભાઈ વ્યાસ, રૂદ્રાબેન દેવીપ્રસાદ દવેના ભત્રીજા,
મુકુંદરાય, ધનશ્યામલ ભુપતરાય ભટ્ટના દોહીત્ર તેમજ ધાંધળી નિવાસી સ્વ.યશવંતીબેન મનસુખલાલ
જાનીના નાના જમાઈ, સ્વ.બળવંતભાઈ, મહેશભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ.પ્રતાપભાઈ, દિલીપભાઈ,
ભાસ્કરભાઈ, સ્વ.સનતભાઈ, માલતીબેન નિરંજનભાઈ બધેકા, સ્વ.કિરણબેન હર્ષદરાય ભટ્ટ તથા ચેતનાબેન
રાજેન્દ્રકુમાર દવેના બનેવીનું તા.14ના અવસાન થયું છે. સાદડી તા.16ને ગુરુવારે સાંજે
4થી 6, રામવાડી (ભિડભંજન સામે) વિભાગ 4માં છે. લૌકિક પ્રથા બંધ છે.
રાજકોટ:
નથુતુલસી ઔદીચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ સુરજ મધુકાંત પંડયા (ઉં.47) તે મધુકાંત કાંતિલાલ
પંડયા(મસ્કતવાળા) મૂળ ગામ બાબરા હાલ જામનગરવાળાના
પુત્ર, વિપુલ, રૂપાબેન સંજય ભટ્ટ, હેતલબેન અનીલકુમારના ભાઈનું તા.14ના અવસાન થયું છે.
ઉઠમણું તા.16ના સાંજે 4થી 5:30, મધુકાંત પંડયા, માટેક ચોક પાસે, રામેશ્વર, જામનગર ખાતે
છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ દક્ષાબેન (બેનાબેન) દવે (ઉં.68) તે સ્વ.નટવરલાલ ચંદુલાલ
દવેના પુત્રી, સ્વ.રમેશભાઈના બહેન, સ્વ.ઉમેશભાઈ (રાજુભાઈ), જયેશભાઈ (આર.એમ.સી)ના બહેન
તેમજ જયદેવ, ભાર્ગવ, યશ, જય, ઉર્મિબેન, હિરલબેન, અંજલીબેનના ફઈબાનું તા.12ના અવસાન
થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી
સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
બ્રહ્મક્ષત્રિય પ્રવીણાબેન તે રમણીકલાલ મણીલાલ આશરાના પત્ની, અશોકભાઈ, જીતેન્દ્રભાઈ,
નિલેશભાઈ, માયાબેન અશોકકુમાર જોષીના માતા, નટુભાઈ, ગિરીશભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈ, કૌશિકભાઈના
કાકી, જેતપુર નિવાસી ગીરધરલાલ આણંદજી મેરના પુત્રીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું
તા.16ને ગુરુવારે સવારે 10 વાગ્યે, શિતળા માતા મંદિર, બેડીપરા, પટેલ વાડી સામે, ભાવનગર
રોડ, રાજકોટ ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ જૂનાગઢ હાલ જામનગર મુક્તાબેન સદશંકર વ્યાસ તે સ્વ.અનિલભાઈના
માતા, મનના દાદી, ભાષાબેન અનિલભાઈ વ્યાસ, પરેશકુમાર રાવલ, રાજેશકુમાર પંડયાના સાસુ,
આશાબેન પરેશકુમાર રાવલ તેમજ આરતીબેન રાજેશકુમાર પંડયાના માતાનું તા.14ના અવસાન થયું
છે. બેસણું તા.17ને શુક્રવારે સાંજે 4:30થી 5, પંચેશ્વર ટાવર, પાબારી હોલ સેલાર, જામનગર
ખાતે છે.
રાજકોટ:
મૂળ રાણસીકી હાલ રાજકોટ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શારદાબેન દવે (ઉં.77) તે છેલશંકરભાઈ
રામજીભાઈ દવેના પત્ની, સંજયભાઈ(સરકારી વકીલ મોરબી), કમલેશભાઈ (જી.ઈ.બી.જેટકો), સોનલબેન
વિપુલભાઈ જોષી (દામનગર)ના માતા, મીતાબેન, પૂનમબેનના સાસુ, સ્વ.મણીભાઈ રામજીભાઈ દવે,
સ્વ.બટુકભાઈ રામજીભાઈ દવેના નાનાભાઈના પત્ની, જયંતીભાઈ રામજીભાઈ દવેના ભાભી, અમરેલીના
સ્વ.પ્રફુલ્લભાઈ ગીરધરલાલ દવે, સ્વ.શિવશંકરભાઈ ગીરધરલાલ દવેના નાના બહેન, કંદર્પ, પ્રિન્સના
દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે 3:30થી 6, તેમના નિવાસ સ્થાન
66-પરિશ્રમ, રેલનગર-3ની સામેની શેરીમાં, ફુલિયા હનુમાનજી મંદિર, બજરંગવાડી મેઈન રોડ,
જામનગર રોડ, રાજકોટ ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ રાજેન્દ્ર શ્યામસુંદર મહેતા (ંઉં.69) તે સ્વ.શ્યામસુંદર મહેતાના
પુત્ર, કિશોરભાઈના ભાઈનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સાંજે 5થી 5:30, તેમના
નિવાસ સ્થાન સાધના કોલોની, જામનગર ખાતે છે.
મોરબી:
કાગડા જયાબેન કાનજીભાઈ (ઉં.86) તે અશ્વિનભાઈ, દિનેશભાઈ, મનોજભાઈ (કે.કે.સ્ટીલવાળા)ના
માતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, શ્રી કંસારા
સમાજની વાડી, કંસારા શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે છે.
મોરબી:
મહારાજ શ્રી નથુતુલસી ઔદિચ્ય બ્રાહ્મણ ગુણવંતરાય મણીશંકર જાની (ઉં.95) તે બાબરા નિવાસી
મસ્કતવાળા હાલ મોરબી સ્વ.મણીશંકર ત્રિકમજી જાનીના પુત્ર, સ્વ.કાંતિલાલના ભાઈ તથા સ્વ.ભાનુબેન
નૈનેશભાઈ મહેતા (દુબઈ), ભારતીબેન કિરીટભાઈ જોષી (ભાવનગર), નીતાબેન કિશનભાઈ ઉપાધ્યાય,
હેતલબેન કિશનભાઈ ભટ્ટના પિતા, સ્વ.સુરેશભાઈ ભરતભાઈ, સ્વ.ભાસ્કરભાઈ તથા રાજુભાઈ, સ્વ.અનિલાબેન
દવેના કાકા તથા સ્વ.પ્રાણશંકર મંછારામ જોષીના જમાઈ (બાબરાવાળા)નું તા.10ના અવસાન થયું
છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 5:30, કિશનભાઈ રમણીકલાલ ઉપાધ્યાય, રામેશ્વર
મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઈડીસી સામે, શનાળા રોડ-મોરબી ખાતે છે.
પોરબંદર:
મૂળ ખીત્રી હાલ પોરબંદર વિજયાબેન મોહનલાલ ઉનડકટ (ઉં.85) તે નરેન્દ્રભાઈ, કિશોરભાઈ,
અનીલભાઈના માતા, સ્વ.મગનલાલ રતનશી લાખાણીના બહેનનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.16ને ગુરુવારે 4:15થી 4:45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની
સંયુક્ત છે.
રાજકોટ:
જ્યોતિબેન રાવલ તે સ્વ.નર્મદાશંકર રતનજી રાવલના પુત્રવધુ, સ્વ.સુરેશચંદ્રના પત્ની,
તે કીર્તિભાઈ, હંસાબેન, નીલુબેન ઓઝા, સ્વ.હરુબેન પંડયા (લંડન), ક્રિષ્નાબેન જોષી (જામનગર)ના
ભાભી તથા યુપલ (રિદ્ધિ) મિલનભાઈ ભટ્ટ તથા બિમલના માતાનું તા.15ને બુધવારે અવસાન થયું
છે. બેસણું તા.17ને શુક્રવારે સાંજે 4થી 5, મિલનભાઈ ભટ્ટ, જાનકી પાર્ક, એપાર્ટમેન્ટ,
પ્રિન્સેસ સ્કૂલવાળી શેરી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
સુજાતા ચોકસી તે નીતિનકુમાર નવીનચંદ્ર ચોક્સી (નિવૃત્ત, લેબર કોર્ટ)ના પત્ની, બોટાદ
નિવાસી સ્વ.જયંતીલાલ વિઠ્ઠલદાસ બગડિયાના પુત્રીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ને
ગુરુવારે સવારે 10 કલાકે, પારસધામ શ્વેતાંબર જૈન ઉપાશ્રય, ફાયર બ્રિગેડ સ્ટેશન પાછળ,
નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
નિર્મળાબેન (ઉં.85) તે સ્વ.પ્રવિણભાઈ વલ્લભદાસ કાનાબારના પત્ની, તે ઘનશ્યામભાઈ, જયેશભાઈ,
ધર્મેન્દ્રભાઈ, રોહીતભાઈ (એડપોઈન્ટ), ભાવેશભાઈ, ગૌરવભાઈ, આરતીબેન રાકેશભાઈ રાજપોપટ
(બેંગ્લોર), પન્નાબેન પ્રશાંતભાઈ શિંગાળાના માતા તથા ગીરધરલાલ પ્રેમજીભાઈ ભીંડાના પુત્રીનું
તા.12ને રવિવારે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તથા બેસણું તા.16ને ગુરુવારે સાંજે
4થી 6, રાષ્ટ્રીય શાળા હોલ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે છે.
ગોંડલ:
શારદાબેન તન્ના (ઉં.85) તે સ્વ.પુરુષોત્તમભાઈ હંસરાજભાઈ તન્નાના પત્ની, સ્વ.અનિલભાઈ,
હરેશભાઈ, બીપીનભાઈ અને શૈલેષભાઈના માતાનું તા.12ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ
પિયર પક્ષની સાદડી તા.16ના ગુરુવારે સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી, વિભાગ નં.2, મહાદેવવાડી,
ગોંડલ ખાતે છે.
જૂનાગઢ:
વાંસજાલિયા નિવાસી મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ભટ્ટી (ઉં.52) તે હેતલબેનના પતિ તથા પ્રશાંકભાઈ
અને મયંકભાઈના પિતા તેમજ મનસુખભાઈ નાથાભાઈ અઘેરાના જમાઈ તથા રજનીશભાઈ, દૈનિકભાઈના બનેવીનું
તા.13ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, વાંસજાલીયા
મુકામે છે.
રાજકોટ:
કંચનબેન (ઉં.75) તે કોલકીવાળા સ્વ.ભુપતભાઈ હીરજીભાઈ આસોડિયાના પત્ની, તે ધરતીબેન, વિજયભાઈ,
સોનલબેન, તુષારભાઈના માતા, તે કાન્તિભાઈ અને સુભાષભાઈના સાસુ, તે સ્વ.ત્રિકમજીભાઈ આંબાભાઈ
પરમારના પુત્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના
નિવાસ સ્થાને, બ્લોક નં.103, રામશ્યામ એપાર્ટમેન્ટ, જયંત કે.જી.રોડ, ડીમાર્ટ પાસે,
ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ડો.કુંદનલાલ દુર્લભજીભાઈ સોમાણી (ઉં.95) તે ડો.મુકેશભાઈ કુંદનલાલ સોમાણી, મીનાબેન પીયૂષભાઈ
ગોધારી, વર્ષાબેન રાજેશભાઈ શાહ, ઈલાબેન રાજેશભાઈ મહેતાના પિતા, કવિતાબેન સોમાણીના સસરા,
ડો.કેશા, ડો.દેવાંશી અને દેવર્ષના દાદાનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ને ગુરુવારે
સવારે 10 કલાકે, બેંકર્સ હોલ, શ્રોફ રોડ, ન્યુ કલેક્ટર ઓફિસની સામે, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મંજુલાબેન પાઠક (ઉં.95) (પૂર્વ શિક્ષિકા, સૂચક સ્કૂલ) તે સ્વ.મોહનભાઈ પાઠકના પત્ની,
સ્વ.વસંતભાઈ રાવલ, સ્વ.મધુરીબેન પંચોલી, સ્વ.કોકીલાબેન યાજ્ઞિક, પ્રદીપભાઈ રાવલના મોટા
બહેન, તે કેતન પંચોલી, દક્ષાબેન જાની, નયનાબેન યાજ્ઞિકના માસી તથા ઉર્વશી પંચોલીના
માસીજી સાસુમાનું તા.14ના અવસાન થયું છે. બેસણું-પ્રાર્થનાસભા તા.16ના સાંજે 5થી 6,
હળવદ બ્રાહ્મણ બોર્ડંગ, સરદારનગર, એસ્ટ્રોન ચોક નજીક, રાજકોટ ખાતે છે.
ગોંડલ:
પ્રફુલ્લાબેન પુજારા (ઉં.69) તે સ્વ.ત્રિભુવનદાસ જીવરાજભાઈ પુજારાના પુત્રવધૂ, તે રાજેશકુમારના
પત્ની, પલકભાઈ (ભુરો) તથા હિરેનભાઈ માતા, અતુલભાઈ (વિ.ટી.ઠક્કર એન્ડ કંપની)ના ભાભી,
ખેરાજભાઈ પીતાંબરદાસ રૂપારેલ (ભાણવડ)વાળાના પુત્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું
તથા પિયર પક્ષની સાદડી તા.16ને ગુરુવારે લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજપરા, ગોંડલ ખાતે
છે.
ગોંડલ:
ગીતાબેન ચાવડા (ઉં.53) તે મહેન્દ્રભાઈ પંચાણભાઈ ચાવડાના પત્ની, મિત્તલબા મહેન્દ્રસિંહ
રાઠોડ, સોનલબેન ચિરાગભાઈ બારડ, રાહુલના માતાનું તા.13ને સોમવારે અવસાન થયું છે. બેસણું
તા.17ને શુક્રવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને, ઉબાળા રોડ, રેલવે અંડરબ્રિજ પાસે,
મારૂતિનગર-ગોંડલ ખાતે છે.
માણાવદર:
મંજુલાબેન લલિતભાઈ રૂપારેલિયા (ઉં.67) તે પુજાબેન અશોકકુમાર ચોલેરા, સોનલબેન ભાવેશકુમાર
સાંગાણી (વેરાવળ) તેમજ ભાવેશભાઈના માતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે
સાંજે 4થી 5-30, લોહાણા મહાજન વાડી, વિભાગ નં.1, માણાવદર ખાતે છે.
ચલાલા:
ખાંભા નિવાસી ઈન્દુબેન નાનાલાલ સોમૈયા તે અજીતભાઈ, સ્વ.ગીરીશભાઈ, સ્વ.પ્રફુલ્લાબેન
હિતેષકુમાર સાગલાણી, ઈલાબેન શશીકાંતભાઈ માધવાણી (સાવરકુંડલા), જાગૃતિબેન મેહુલકુમાર
જોબનપુત્રા (નિવૃત્ત શિક્ષિકા)ના માતા તેમજ સ્વ.જયંતીભાઈ તન્ના (ચલાલા)ના બહેનનું તા.14ના
અવસાન થયું છે.