• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ: હંસાબેન કિશોરભાઇ ધામેચાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 626મુ ચક્ષુદાન તથા 22 સ્કીન ડોનેશન થયેલ છે. આ ચક્ષુદાન, સ્કીન ડોનેશન વિજયભાઇ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

જામનગર: વડનગરા નાગર જ્ઞાતિ જામનગરના પૂર્વ ઉપપ્રમુખ વિભાકરભાઈ શંકરલાલ માંકડ તે નિલાક્ષીબેનના પતિ, ધ્વનિષા, પાયલ, વિશ્વાના પિતાશ્રી, હિતેષ મહેતા અને સોહમ છાયાના સસરા, સ્વ.મહેશ્વરભાઈ, સ્વ.અજીતભાઈ, અનિરુદ્ધભાઈ, સ્વ.જગદીશભાઈ અને જ્યોત્સનાબેન અંતાણીના લઘુબંધુનું તા.31ના વડોદરા મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર/રના પથી પ.30 સુધી પાબારી હોલ તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: નીતિનભાઈ લાલજીભાઈ ટાંક (ઉં.68) તે લાલજીભાઈ દેવશભાઈના ટાંકના પુત્ર, ભાવનાબેન ટાંકના પતિ, ચિંતનભાઈ, ચાંદનીબેનના પિતાશ્રી, દિલીપભાઈ, દિનેશભાઈ, બીપીનભાઈ અને નયનાબેનના ભાઈનું તા.31નાં અવસાન થયું છે. બેસણું તા.3નાં બપોરે 4 થી 6 અનુપમ હાઉસિંગ સોસાયટી, કોમ્યુનીટી હોલ, રાજનગર પાસે, નાનામવા રોડ, રાજકોટ છે.

મોરબી: કાંતિલાલ મોહનભાઈ હાડા (ઉં.73) (નિવૃત્ત રેલવે કર્મચારી) તે રવિ, રાહુલ (પીજીવીસીએલ)ના પિતાશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.3ના સાંજે 4થી પ.30 શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી છે.

રાજકોટ: કાંતાબેન અતુલભાઈ રામોલિયા અતુલભાઈ બચુભાઈ રામોલિયાના પત્ની, ધર્મેશભાઈ બચુભાઈ રામોલિયાના ભાભી, નરેશભાઈ અને યશભાઈના માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.3ના સાંજે 4થી 6 શ્રદ્ધા પાર્ક-3, શેરી નંબર-3, રાધે પાનની સામે, તેમના નિવાસ સ્થાને રાજકોટ છે.

રાજકોટ: પ્રવીણભાઈ (મુનાભાઈ) કનકભાઈ ચૌહાણ (ઉં.4પ) તે સ્વ.કનકભાઈ ચૌહાણના પુત્ર, ગીરીશભાઈ, પ્રફુલ્લાબેન દીપકભાઈ વાળા, સોનલબેન લલીતભાઈ વાળાના ભાઈ, અંશીના પિતાશ્રી, ગોવિંદભાઈ ટપુભાઈ જાદવના જમાઈનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.3ના બપોરે 4થી પ.30 હરગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોરનગર, સૌરાષ્ટ્ર સ્કૂલ સામેની શેરી, રાજકોટ છે.

રાજકોટ: સોરઠીય શ્રીગોળ માળવીય બ્રાહ્મણ મૂળ મેસવાણ હાલ રાજકોટ સ્વ.મનહરલાલ પરષોતમ દવેના પુત્ર હિતેષભાઈ (રિટાયર બેંક એકાઉન્ટન્ટ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક) (ઉં.71) તે સ્વ.મનસુખલાલ તથા ધીરજલાલના ભત્રીજા, નિર્મલભાઈ, આરતીબેન સંદીપકુમાર ભટ્ટ (વેરાવળ), અર્ચનાબેન જીજ્ઞેશભાઈ ભટ્ટ (જૂનાગઢ)ના પિતાશ્રી, સ્વ.નયનાબેન જગદીશકુમાર ભટ્ટ (ધારી), દક્ષાબેન જયેશકુમાર પુરોહિત (જામનગર), નીતાબેન કિરીટકુમાર ભટ્ટ (વેરાવળ), જીજ્ઞાબેન વિનોદકુમાર પુરોહિત (જામનગર)ના મોટાભાઈ, સ્વ.હિંમતલાલ નારણજી ભટ્ટ (ધોરાજી)ના જમાઈનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું, સંયુક્ત સાદડી તા.3નાં સાંજે 4થી પ રાજ રાજેશ્વર મહાદેવ મંદિર, રાજલક્ષ્મી સોસાયટી, નાણાવટી ચોક તેમના નિવાસ સ્થાનની બાજુમાં છે.

રાજકોટ: સ્વાતિબેન હરેશભાઈ સાતા તે હરેશભાઈ મોહનભાઈ સાતાના પત્ની મોરબી નિવાસી સ્વ.નેણસીભાઈ રામજીભાઈ છાગાણીના પુત્રી, પરેશભાઈ મોહનભાઈ સાતાના ભાભી, ઋષભ (રવી) તથા ચાર્મીબેન રીતેશભાઈ ચંદીભમરના માતૃશ્રી, લક્ષ અને બંસીના દાદીનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.1ના સાંજે 4થી 6 બાલકુંજ હોબી સેન્ટર, એરોડ્રામ રોડ, રેસકોર્સ રાજકોટ પિયરપક્ષની સાદડી

સાથે છે.

રાજકોટ: સરોજબેન સિંહઢાયચ (ગઢવી) (ઉં.6પ) તે નવલદાન જીલુભાઈ સિંહઢાયચના પત્ની, હેમલદાન સિંહઢાયચ (ગઢવી)ના માતૃશ્રી, ધીરજદાન (ગઢવી) અને અજીતદાન (ગઢવી)ના ભાભીનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.3ના સાંજે 4થી 6 કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી,

રાજકોટ છે.

જામનગર: મૂળ જામનગર નિવાસી હાલ હૈદરાબાદ ઈન્દ્રજીતભાઈ યશદેવભાઈ વલેરા (ઉં.47) તે સ્વ.ધર્મદેવભાઈ, સ્વ.સુખદેવભાઈ, સ્વ.સત્યદેવભાઈ, સ્વ.જયદેવભાઈ, સ્વ.બ્રહ્મદેવભાઈ, સ્વ.વિદ્યાબેન રામજીભાઈ વલેરા તથા સ્વ.શુભગાબેન એ. જાજલના ભત્રીજા, પાયલબેનના પતિ, સોમના પિતાશ્રી મમતાબેન, નંદિતાબેનના મોટાભાઈનું તા.31ના અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ છે.

રાજકોટ: મૂળ બાબરા તાલુકાના નાની કુંડળ હાલ અમરેલી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ યોગેશભાઈ (શિવભાઈ) જયદેવભાઈ (ઉં.68) તે સ્વ.પ્રદીપભાઈ અને સ્વ.નલીનભાઈ, હંસાબેન (જૂનાગઢ), પુનીતાબેન (કોટડાપીઠા), સ્વ.ચંદ્રિકાબેન (બાળાબેન) ભાવનગરના ભાઈ, ધર્મેશભાઈ (અમરેલી), સમીરભાઈ (ભાવનગર)ના પિતાશ્રી, કમલેશભાઈ પ્રદીપભાઈ દવેના કાકા, ઉદયભાઈ નલિનભાઈ દવેના મોટા બાપુજીનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.3ને સોમવારે બપોરે 3થી 6 સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડિંગ, અમરેલી રાખેલ છે. મો.નં.94090 71572, 98793 56799.

રાજકોટ: કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ (ઉં.પ3) તે સ્વ.રણજીતસિંહ અમરસિંહ રાઠોડના પુત્ર, હિતેષભાઈ રાઠોડના મોટાભાઈ, નટવરસિંહ રાઠોડ (નિવૃત્ત રેલવે), મુકેશભાઈ રાઠોડ (ગુજરાત મિરર), સુરેશભાઈ રાઠોડના ભત્રીજાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, 8/પ્રતિક ટેનામેન્ટ, અમર જ્યોત, બજરંગવાડી મેઈન રોડ, શેરી નં.14 પાસે

રાજકોટ છે.

ધોરાજી: અમૃતલાલ ભુરાભાઈ વાડોદરિયાના પત્ની શારદાબેન (ઉં.77) તે જીતેન્દ્રભાઈ, દીપકભાઈ, રાજેશભાઈ, ચેતનભાઈના માતૃશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના 4થી 6 સિંધી સમાજની વાડી કડિયાવાડ

ખાતે છે.

મોરબી: સ્વ.કલ્યાણજીભાઈ પરસોત્તમભાઈ રાજાનાં પુત્ર ત્રિભોવનભાઈ (ઉં.9ર) તે ભરતભાઈ, પંકજભાઈ, ભારતીબેન, ગીતાબેન, શોભનાબેન, સ્વ.ભાવનાબેન, હીનાબેન, રશ્મીબેનના પિતાશ્રી, વાંકાનેરવાળા, સ્વ. કલ્યાણજીભાઈ કમળશીભાઈ ભીંડોરાના જમાઈ, મનુભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈના બનેવીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી સાથે તા.3ને સોમવાર બપોરે 4થી પ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી છે.

જૂનાગઢ: ડૉ.ગોકળભાઈ મનજીભાઈ કણસાગરા (ઉં.81)ને નાથાભાઈના ભાઈ તથા દીપેનભાઈના પિતાશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી પ.30 જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ છે. જ્યારે તા.3નાં સવારે 9.30થી 11 સુલતાનાબાદ (ખાંભલા) તેમના નિવાસ સ્થાને છે.

ભાવનગર: સ્વ. મોહનલાલ ભગવાનદાસ ચંદારાણાના પુત્ર, ભાસ્કરભાઇ (ઉં.85) તે સ્વ. મનસુખલાલ, પ્રતાપભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના નાના ભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, પ્રમોદભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. ભદ્રાબેન, સ્વ. ચંદ્રિકાબેનના ભાઇ, રાજુભાઇ, પીયૂષભાઇના પિતાશ્રી, નયનાબેન, દુર્ગાબેનના સસરા, સ્મિત (રામ), દર્પણ, પ્રિન્સ, યુગના દાદા, સ્વ. ભુપતભાઇ વિઠ્ઠલદાસના જમાઇનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.3ના 4-30થી 6 માતુશ્રી વિરબાઇમાં સત્સંગ હોલ, જલારામ મંદિર, આનંદનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક