• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સચિનનો રેકોર્ડ તોડવાની રોહિતને તક

નાગપુર, તા.4: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણી દરમિયાન ભારતીય કપ્તાન રોહિત શર્મા પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના એક રેકોર્ડને તોડવાની તક છે. રોહિત પાસે આ શ્રેણીમાં સચિનથી વધુ ઝડપે 11000 રન પૂરા કરવાનો મોકો છે.

સચિન તેંડુલકરે 28 જાન્યુઆરી 2002ના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ કાનપુરમાં 11000 રન પૂરા કર્યા હતા અને આ આંકડે પહોંચનારો વિશ્વનો પહેલો બેટધર બન્યો હતો. સચિને તેના 284 મેચની 276 ઇનિંગમાં આ આંકડાને સ્પર્શ કર્યો હતો. બાદ સચિનનો આ રેકોર્ડ વિરાટ કોહલીએ તોડયો હતો. તેણે 19 જુલાઇ 2019ના રોજ પાકિસ્તાન સામે માંચેસ્ટર ખાતે 230 મેચની 222 ઇનિંગમાં 11000 રન પૂરા કર્યાં હતા અને સચિનથી આગળ થયો હતો. કોહલીનો આ રેકોર્ડ આજે પણ કાયમ છે. તે વન ડેમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કરનારો બેટર છે.

કોહલી પછી હવે રોહિત પાસે સચિનથી આગળ થવાની તક છે. રોહિત 11000 રનથી 134 રન દૂર છે. તેણે 26પ મેચની 2પ7 ઈનિંગમાં 10866 રન બનાવ્યા છે. 134 રન કરવા સાથે જ હિટમેન 11 હજારી કલબમાં સામેલ થઇ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વવાણિયામાં રોઝડાં મારવા ગયેલા યુવાનોએ મિત્રનો શિકાર કરી નાખ્યો મોરબી-માળિયાના બે શખસની ધરપકડ, બંદૂક -બાઈક કબજે February 05, Wed, 2025