• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

avsan nondh

કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

વિધાનસભા ફરી ખંડિત થઇ; મોદી સહિતના નેતાઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

અમદાવાદ, તા.4: મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. કરશનભાઇ સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકની લાગણી વ્યાપી છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનથી નિકળી હતી. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લવાતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના અંતિમ દર્શન માટે ઉપસ્થિત હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, નીતિનભાઇ પટેલ, રજની પટેલ સહિતના નેતાઓએ પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. બાદ કરશનભાઇ સોલંકીના પાર્થિવ દેહને નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો હતો.

ધારાસભ્ય કરશનભાઇ સોલંકીના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુ:ખ વ્યકત કરી ટિવટર પર ટ્વિટ કરી સ્વ. કરશનભાઇ સોલંકીની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી, પરિવારને સાંત્વના આપી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક નેતાઓએ ધારાસભ્ય કરશન સોલંકીના નિધન પર શોક વ્યકત કર્યો છે. તેવામાં ગુજરાત વિધાનસભા ફરી એક વખત ખંડિત થઇ. 182 સભ્યો ધરાવતી આ વિધાનસભામાં હાલ કડીના ધારાસભ્યનું નિધન થતાં ફરી આ જગ્યા ખાલી પડી છે.

 

પ્રદેશ ભાજપના મંત્રી બીનાબેન આચાર્ય- સોમપુરાના માતુશ્રીનું અવસાન -પ્રાર્થના સભા

રાજકોટ: ઇન્દિરાબેન રસિકલાલ યાજ્ઞિક તે સ્વ. રસિકલાલ દલપતરામ યાજ્ઞિક (રાજકુમાર કોલેજ)ના પત્ની, સ્વ. પ્રભુરામ નરભેરામ રાજ્યગુરૂના દીકરી, ચંદ્રશેખર યાજ્ઞિક, બીનાબેન આચાર્ય- સોમપુરા (પૂર્વ મેયર, આરએમસી રાજકોટ, હાલ- મંત્રીશ્રી, પ્રદેશ ભાજપ, ગુજરાત)ના માતુશ્રી, સ્વ. મધુસુદનભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. હર્ષદભાઇ, અરૂણભાઇના બેન, સ્વ. ભાનુશંકર દલપતરામ જાની- સચિવશ્રી, સ્વ. કૌશિકભાઇ દલપતરામ યાજ્ઞિકના ભાભી, જનાર્દન કૌશિકભાઇ યાજ્ઞિક, જયેન્દ્રભાઇ બુધ્ધિધનભાઇ આચાર્ય- સોમપુરાના સાસુ, ધારિણી રાકેશકુમાર તોમર યાજ્ઞિકના દાદી, હરનીલ જયેન્દ્રભાઇ આચાર્ય-યુએસએ અને તેજલ એડમ વિન્ડર આચાર્ય- યુએસએના નાનીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ને ગુરૂવાર સાંજે 4 થી 6 નૂતનનગર હોલ, કણસાગરા કોલેજ સામે, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે. સ્વ. ઇન્દિરાબેનની ઇચ્છા મુજબ સ્કીન ડોનેટ કરવામાં આવેલ છે.

 

ચક્ષુદાન

ધોરાજી: સેવાભાવી લોહાણા સમાજના અગ્રણી રમેશભાઇ કાછેલાએ ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ટેલીફોનિક જાણ કરેલ કે મુકેશભાઇ નાથાભાઇ પોપટનું અવસાન થયેલ છે. તેનું ચક્ષુદાન કરવું છે તેમ જાણ થતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન તથા મેડીકલ ટીમે સેવાઓ બજાવી હતી. આ તકે ડાયાભાઇ પોપટ, વિરલભાઇ પોપટ, દિલીપભાઇ પોપટ, રમેશભાઇ કાછેલા, નિલેશભાઇ સરવૈયા સહિતના  હાજર હતા.

જેતપુર: શ્રીમાળી બ્રાહ્મણ જયેશભાઈ નૌતમલાલ ત્રિવેદીના પત્ની નિમિષાબેન (ઉ.54) તે ભરતભાઈના નાના ભાઈના પત્ની, રેખાબેન હિતેશભાઈ ત્રિવેદીના ભાભીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના 4 થી 6, “મહાદેવ’’, ગણેશ પાર્ક 1, જીનેસિસ હોસ્પિટલ પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: નાનજીભાઈ વિઠ્ઠલભાઈ લીંબાણી (ઉ.91) તે હિંમતભાઈ, ઘનશ્યામભાઈના પિતાશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.6ના સવારે 8 થી 6, પટેલવાડી પાસે, સાવરકુંડલા છે.

જેતપુર: ઉકાભાઈ મોહનભાઈ ચુડાસમા (દુસરા)(ઉ.76) તે જયેશભાઈ ચુડાસમાના ભાઈ, જીગ્નેશભાઈ ચુડાસમા, ભાવેશભાઈ ચુડાસમાના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના 4 થી 6, દેસાઈ વાડી, સોમનાથ મહાદેવ મંદિર, જેતપુર છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક લુંધિયા નિવાસી (હાલ રાજકોટ) રિદ્ધિબેન રાજેશભાઈ ગગલાણી (ઉ.51) તે સ્વ.ફુલચંદભાઈ જેઠાલાલ ગગલાણીના પુત્રવધુ, જયંતભાઈ, નરેન્દ્રભાઈ, નિતીનભાઈના ભાઈના પત્ની, ભાવનાબેન આણંદપરા, રીનાબેન બાબરીયા, પન્નાબેન ભુપતાણી, પ્રિયંકાબેન સાંગાણીના ભાભી, મુસ્કાનબેન મલયકુમાર મહેતા, વંશિકાના માતુશ્રી, જેન્તીલાલ પ્રાણલાલ માવાણી (ઉપલેટા)ના પુત્રી, જીજ્ઞેશભાઈ, નિશાબેન ગાદોયા, રૂપલબેન કુરાણીના બેનનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 4 થી 5-30, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

ધોરાજી: મુકેશભાઈ નાથાલાલ પોપટ (ઉ.67) તે સ્વ.નાથાલાલ પોપટલાલ પોપટના પુત્ર, ડાયાભાઈ, દિલીપભાઈના ભાઈ, વિરલભાઈ, હિરેનભાઈ, સંદીપભાઈના કાકાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 5, ધોરાજી લોહાણા મહાજન વાડી, જૂનાગઢ રોડ, ધોરાજી છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના ભીખાભાઈ વ્રજલાલ સોલંકી (ઉ.85) તે અનસુયાબેન ભીખાભાઈ સોલંકીના પતિ, સ્વ.મનસુખભાઈ, સ્વ.ઈન્દુબેનના નાનાભાઈ, તે સંદીપભાઈ, જીગ્નેશભાઈના પિતાશ્રી, હરેશભાઈ, સંજયભાઈ, રેખાબેન પ્રવીણકુમાર મકવાણાના કાકા, હર્ષભાઈ, ઋષિભાઈ, બ્રિન્દાબેન, સ્વપ્નિલ, ક્રીસયુ, પલકના દાદા, હસમુખભાઈ લાધાભાઈ સોલંકી તથા ભુપતભાઈ લાધાભાઈ સોલંકી (દુધાળા)ના બનેવીનું તા.3ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું સાથે તા.6ના બપોરે 4 થી 6, સહયોગ વાડી, ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ, ધર્મજીવન માર્ગ, ભક્તિનગર રાજકોટ છે.

રાજકોટ: વાણંદ ગઢની રાંગવાળા સ્વ.પ્રવિણભાઈ ચુનીભાઈ શીશાંગીયા (રાજકોટ)(ઉ.81) તે નિલેશભાઈ, હેમાંશુભાઈ તથા પિયુષભાઈના પિતાશ્રી, લાલજીભાઈ આંબાભાઈ બગથરીયા, મનસુખભાઈ આંબાભાઈ બગથરીયાના બનેવીનું તા.4ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.6ના સાંજે 4 થી 6, રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ, બોલબાલા માર્ગ, આનંદનગર પાસે, રાજકોટ છે. મો.નં.98259 98945.

વેરાવળ: ભારતીબેન ગણાત્રા (ઉ.74) તે રઘુવંશી ઈલેક્ટ્રીકવાળા અમૃતલાલ ગોરધનદાસ ગણાત્રાના પત્ની, સ્વ.ત્રિભોવનદાસ ગોકળદાસ સોઢા (માળિયાવાળા)ની પુત્રી, સમીરભાઈ, સાગરભાઈ, અવની મેહુલકુમાર કારીયા (રાજકોટ), હેતલ ગૌરવકુમાર રૂપારેલિયા (અમદાવાદ)ના માતુશ્રી, દિપકભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, વિરેન (નાનુભાઈ), નીરવ, નીરજના કાકીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.6ના સાંજે 4 થી 5, બિલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની ખાતે છે.

વેરાવળ: ખડાયતા વણિક દર્શનાબેન મેરવાણા તે સ્વ.સુરેશભાઈ કરશનદાસ મેરવાણાના પત્ની, જીજ્ઞેશ, દિપ્તી ભસ્તાના માતુશ્રી, હર્ષાબેન, જીજ્ઞેશ ભસ્તાના સાસુનું તા.3ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.6ના સવારે 10-30 થી 11-30, કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસિંગ પાસે, પોસ્ટ ઓફીસ રોડ, વેરાવળ છે.

વેરાવળ: સ્વ.કરશનદાસ ધરમશીભાઈ ચંદ્રાણીના પુત્ર રતિલાલ ચંદ્રાણી (ઉ.84) તે લક્ષ્મીદાસભાઈ, જેન્તીભાઈના ભાઈ, જીજ્ઞેશભાઈ, દીપ્તિબેન સુધાકરભાઈ લખાણી (મુંબઈ)ના પિતાશ્રી, સ્વ.મોહનભાઈ સાંગાણી (શાપુર)ના જમાઈનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.6ને ગુરૂવારે સાંજે 4 થી 5 વાગ્યે, બ્રહ્મ કુંડ મંદિરે છે.

ગોંડલ: લલિતભાઈ હરિલાલ લાઠીગરાના જમાઈ જયેશકુમાર જગજીવનદાસ રોજારા તે પારૂલબેન લલિતભાઈ રાધનપુરા (જામનગર), સ્વ.હિતેશભાઈ, સ્વ.નિલેશભાઈ તથા કલ્પેશભાઈના બનેવીનું ચોરવાડ મુકામે અવસાન થયું છે. ટેલિફોનીક સાદડી તા.11ના 4 થી 6 રાખેલ છે. મો.નં.87804 80791

રાજકોટ: અનસુયાબેન ખુશાલદાસ પડિયા તે સ્વ.ખુશાલદાસ જગજીવનદાસ પડિયાના પત્ની, રણછોડદાસ જમનાદાસ જોગીના પુત્રી, દેવાંગભાઈ તથા હેમાબેન મયુરકુમાર મણીયારના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે.

મોરબી: મુળ લખતર હાલ મોરબી કનૈયાલાલ ત્રિભોવનદાસ મહેતા (ઉ.80) તે વિજયભાઈ (વી.કે.આર્ટ), કશ્યપભાઈ, દર્શનાબેન શૈલેષકુમાર ગાંધી (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી, જીયા, ધ્રુવીલ, માહી અને ક્રિશીવના દાદાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, યોગેશ્વર મહાદેવ મંદિર, રીલીફનગર સોસાયટી, લાલબાગ સેવા સદનની પાછળ, સામાકાંઠે, મોરબી-2 ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક