ચક્ષુદાન
ધોરાજી:
ખેડૂત અગ્રણી ચુનીભાઇ માવાણીના પત્ની સંતોકબેનનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા
યુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 340મું ચક્ષુદાન મળ્યું છે.
પોરબંદર:
કંચનબેન (ઉં.વ.83) તે સ્વ.કુમનદાસ ગોરધનદાસ પોપટનાં પત્ની તથા હરેશભાઈ અને યુ.કે.વાળા
જાગૃતિબેન કાનાબારનાં માતુશ્રી તથા ડો. બી. કે. તન્નાનાં બહેનનું તા.2ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા તા.3ને સોમવારે 4-15થી 4-45, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ
ખાતે છે. પિયર પક્ષની સાદડી પણ સાથે છે.
લાંબા:
અરવિંદ મણીલાલ પાઉં તે સ્વ.ચંદુલાલ, દિનેશભાઈ, હસમુખભાઈ, દીપકભાઈના ભાઈ તથા કિશન અને
કુશલના પિતાનું અવસાન થયું છે. બેસણું અને સસરા પક્ષની સાદડી તા.3ને સોમવારે 3-30થી
4-30, લોહાણા મહાજન વાડી, લાંબા બંદર ખાતે છે.
જેતપુર:
રમાબેન (ઉં.73) તે ગાંડુભાઈ ગિરધરભાઈ સાવલીયાનાં પત્ની, અરવિંદભાઈ, જેતપુર શહેર ભાજપ
કિશાન મોરચાના ઉપપ્રમુખ હિતેશભાઈ, પ્રકાશભાઈ તથા જ્યોત્સનાબેનનાં માતાનું તા.2ના અવસાન
થયું છે. બેસણું તા.6ને ગુરુવારે સાંજે 4થી 6, કોટડિયા વાડી, શેરી નં.5, ગાયત્રી મંદિર
પાસે, તેમનાં નિવાસસ્થાને, જેતપુર છે.
ખંભાળિયા:
મુક્તાબેન વલ્લભદાસ (ઉં.78) તે સોમૈયા નાસ્તા ભુવનવાળા સ્વ.વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયાનાં
પત્ની, સ્વ.ભાણજીભાઈ છગનલાલ તન્નાનાં પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ.જયેન્દ્રભાઈ,
સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈનાં માતાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ને સોમવારે સાંજે
5થી 5-30, જલારામ મંદિરે પ્રાર્થના હોલમાં છે.
રાજકોટ:
વકતુબેન સોલંકી તે સ્વ.ભીખુભાઈ મનજીભાઈ સોલંકીનાં પત્ની, ચીનુભાઈ તથા જયરાજભાઈ (મુન્નાભાઈ)નાં
માતાનું તા.2ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.3ને સોમવારે સાંજે 4થી 6, ન્યૂ વિશ્વનગર
શેરી નં.11, ખીજડાવાળો રોડ, મહાદેવનાં મંદિરે, રાજકોટ ખાતે છે.
ચલાલા:
બતુલબેન જીવાજીભાઈ માકડા તે સલમાબેન મોઈજભાઈ શામવેદી તથા ફાતેમાબેન આબીદભાઈ (મીઠાપુર)નાં
માતા તેમજ રજલભાઈ સોનાવાળા (બગસરા)નાં પત્નીનું તા.2ના અવસાન થયું છે. જીયારતના સીપારા
તા.4ને મંગળવારે ચલાલા મુકામે, મહમદી મસ્જિદ ખાતે છે.