• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

પાકિસ્તાનથી 400 હિન્દુ અસ્થિ ભારત પહોંચ્યા : ગંગામાં વિસર્જિત થશે

આઠ વર્ષથી મોક્ષ પ્રાપ્તિની રાહમાં હતાં : મહાકુંભ યોગમાં મળ્યા વિઝા; વાઘા-અટારીના રસ્તે થયું આગમન

અમૃતસર, તા. 4 : પાકિસ્તાનના કરાચી સ્થિત જૂના ગોલીમાર ક્ષેત્રના હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિકળશમાં રાખેલી 400 હિન્દુ મૃતકોના અસ્થિ અમૃતસરના વાઘા-અટારી સરહદના માર્ગે ભારત આવ્યા હતા. આ અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે.

મહાકુંભ યોગમાં વિઝા મળ્યા બાદ રવિવારે કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં વિશેષ પ્રાર્થનાસભા યોજાઇ હતી તે પછી પરિવારજનોએ અસ્થિઓને વિદાય આપી હતી જેથી મોક્ષ માટે તેને ગંગામાં પ્રવાહિત કરાઇ શકે. આ અસ્થિઓ છેલ્લાં આઠ વર્ષથી સ્મશાનમાં રખાયા હતા. પરિજનોની ઇચ્છા તેને ભારતમાં ગંગામાં પ્રવાહિત કરવાની હતી.

કરાચીના નિવાસી સુરેશકુમાર પોતાની માતા સીલબાઇના અસ્થિઓને હરિદ્વાર લઇ જવાની રાહ જોઇ રહ્યા હતા. તેમને ગયા સપ્તાહે ત્યારે રાહત મળી હતી જ્યારે તેમને જાણ થઇ?હતી કે, ભારત સરકારે 400 હિન્દુ મૃતકોનાં અસ્થિ માટે વિઝા જાહેર કર્યા છે. તેમના માતાનું મૃત્યુ 2021માં થયું હતું અને પરિવારે તે જ સમયે ભારતના વિઝા માટે આવેદન કર્યું હતું. કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિર સમિતિના અધ્યક્ષ રામનાથ મિશ્રા મહારાજને ભારતના વિઝા મળ્યા હતા અને મૃતકોના અસ્થિ સાથે લાવવાની મંજૂરી મળી હતી. ઉલ્લેખનીય છે કે, તેમના જ પ્રયાસોથી છેલ્લા આઠ વર્ષથી સ્મશાનઘાટમાં રાખેલા અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાનો માર્ગ મોકળો થયો હતો. તેઓ  આ પહેલાં પણ અસ્થિઓ વિસર્જિત કરવા ભારત આવી ચૂકયા છે.

પ્રયાગરાજમાં પોલીસ-વકીલો વચ્ચે બબાલ

પ્રયાગરાજ તા.4 : મંગળવારે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત પહેલા સજ્જડ બંદોબસ્ત વચ્ચે પોલીસ અને વકીલો વચ્ચે મોટી બબાલ સર્જાઈ હતી. હિન્દુ હોસ્ટેલ પાસે પોલીસે બેરિકેડસ લગાવ્યા હતા દરમિયાન એક વકીલને પોલીસે આગળ જતાં અટકાવતાં રકઝક વચ્ચે પોલીસે વકીલની ધોલાઈ કરી નાખી હતી જેને પગલે અન્ય વકીલો દોડી આવ્યા હતા અને સ્થળ પર વિરોધ પ્રદર્શન યોજયું હતું. વધારાનું પોલીસ દળ પણ સ્થળ પરઆવી પહોંચ્યું હતું. મામલો થાળે પાડવા પ્રશાસને તપાસનો આદેશ આપી એક પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો હતો.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વવાણિયામાં રોઝડાં મારવા ગયેલા યુવાનોએ મિત્રનો શિકાર કરી નાખ્યો મોરબી-માળિયાના બે શખસની ધરપકડ, બંદૂક -બાઈક કબજે February 05, Wed, 2025