• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવૈધ અપ્રવાસીઓનો દેશ નિકાલ કરવા કોની રાહ જુઓ છો?

આસામની સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર: તાત્કાલિક ઘૂસણખોરોને તેમનાં દેશ રવાના કરવા કહ્યું

નવીદિલ્હી,તા.4: અવૈધ પ્રવાસી ઘોષિત કરવામાં આવેલા વિદેશી નાગરિકોનો તુરંત દેશનિકાલ કરવા માટે આજે સર્વોચ્ચ અદાલતે આસામ સરકારને જોરદાર ફટકાર લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે, તે કસ્ટડીમાં લેવામાં આવેલા 63 લોકોને તેમનાં મૂળ દેશ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરે.

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુઈયાની પીઠે રાજૂબાલાની અરજી ઉપર સુનાવણીકરતાં રાજ્ય સરકારને કહ્યું હતું કે, સરકાર તેમને અનિશ્ચિતકાળ માટે હિરાસતમાં રાખી શકે નહીં. એકવાર આવા વસાહતી અવૈધ ઘોષિત થઈ જાય પછી તેમને તાત્કાલિક દેશવટો આપવો જોઈએ. આવા લોકોની નાગરિકતાની સ્થિતિ જાણવા છતાં તેમનાં સરનામા મળવા સુધી કેવી રીતે રાહ જોઈ શકાય? એકવાર આ લોકો ગેરકાયદે ઘૂસણખોર સાબિત થઈ જાય પછી તેનાં દેશે નક્કી કરવાનું રહે છે કે, તે ક્યાં જશે? આટલેથી નહીં અટકતા સુપ્રીમ કોર્ટે આસામ સરકારને એવો કટાક્ષભર્યો સવાલ પણ કર્યો હતો કે, શું તમે કોઈ મુહૂર્તની રાહ જુઓ છો?

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું હતું કે, આવા લોકોનાં સરનામા વિના પણ તેમનો દેશનિકાલ કરી શકાય છે. તેમના દેશની રાજધાની તેમને મોકલી શકાય છે. માની લો કે કોઈ શખસ પાકિસ્તાની છે તો તેમને પાક.ની રાજધાની કઈ છે એ તો ખ્યાલ જ હોય. આવા સંજોગોમાં તેને ત્યાં મોકલી દેવા જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વવાણિયામાં રોઝડાં મારવા ગયેલા યુવાનોએ મિત્રનો શિકાર કરી નાખ્યો મોરબી-માળિયાના બે શખસની ધરપકડ, બંદૂક -બાઈક કબજે February 05, Wed, 2025