ટેરિફ
વોર ભડકી : 10 ફેબ્રુઆરીથી અમેરિકાની અનેક ચીજો પર વધુ ટેરિફ વસૂલવા ચીનનું એલાન, ગૂગલ
પર તપાસ : મેકિસકો સામે અમેરિકા ઢીલું-ટેરિફ વધારો 1 મહિનો મોકૂફ
બેજિંગ,
તા.4 : અમેરિકાએ ટેરિફ વોર છેડયા બાદ ચીનના વાણિજ્ય મંત્રાલયે મંગળવારે એલાન કર્યુ
કે તે અમેરિકાના અનેક ઉત્પાદનો પર જવાબી 10થી 1પ ટકા ટેરિફ લાદશે. ચીન સરકારે કહ્યું
કે કોલસો અને લિક્વિડ પ્રાકૃતિક ગેસ (એલએનજી) ઉત્પાદનો પર 1પ ટકા ટેરિફ લાદવામાં આવશે
જયારે ક્રૂડ, કૃષિ મશીનરી, ચોક્કસ મોટી કારો તથા પિકઅપ ટ્રકો પર 10 ટકા ટેરિફ વસૂલવામાં
આવશે. ચીનનો ટેરિફ વધારો 10 ફેબ્રુઆરીથી લાગૂ થશે.
બીજીતરફ
અમેરિકા અને મેક્સિકો વચ્ચે એક મહિના માટે ટેરિફ મોકૂફ રાખવા અને સરહદે સૈનિકોની તૈનાતી
મામલે સમજૂતી થઈ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ કલાઉડિયા શીનબામે આઅંગે જણાવ્યું હતુ. તેમણે
ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં ટ્રમ્પ 1 મહિના માટે ટેરિફ ટાળવા સહમત
થયા હતા. સામે મેકિસકો ઘાતક હથિયારોની અમેરિકામાં તસ્કરી રોકવા સખત પગલાં ઉઠાવવા તૈયાર
થયું છે. જેથી અમેરિકામાં ગુનાખોરી કાબૂ કરવા મદદ મળશે.
અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલી 10 ટકા ટેરિફ મંગળવારથી લાગૂ થવાની હતી જો
કે તે સાથે જ અમેરિકા સાથે અન્ય દેશોની શરૂ થયેલી ટેરિફ વોર વધુ ભડકી છે. ટ્રમ્પ અને
ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે આગામી દિવસોમાં વાતચીત થાય તેવી સંભાવના છે. ચીનના
વાણિજ્ય મંત્રાલયે એલાન કર્યુ છે કે અમેરિકાના અનેક ઉત્પાદનો પર જવાબી ટેરિફ સાથે ગૂગલની
પણ તપાસ કરવામાં આવશે. ટ્રમ્પની કાર્યવાહીના જવાબમાં ચીને કુલ 4 પ્રકારના પગલાં લીધા
છે. વેપાર-વાણિજયને લગતી અન્ય કેટલીક જાહેરાતો પણ કરી છે જે સીધી રીતે અમેરિકાને અસર
કરશે.
ચીન
સરકારે નિવેદન આપ્યું કે અમેરિકાએ ટેરિફમાં કરેલો વધારો વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનો
ગંભીર ભંગ છે. તે માત્ર તેમની પોતાની સમસ્યાઓ ઉકેલવામાં મદદ નહીં કરે પરંતુ ચીન અને
અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વ્યાપારી સંબંધોને પણ નુકસાન પહોંચાડે છે. ચીનના
સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર રેગ્યુલેશને મંગળવારે કહ્યું કે ગૂગલ પર એન્ટી ટ્રસ્ટ કાયદાના
ભંગની શંકાને આધારે તપાસ શરૂ કરાઈ છે. ચીનના કસ્ટમ ટેરિફ કમિશન અનુસાર ચીનના કાયદાના
દાયરામાં અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અનુસાર આ પગલા લેવાયા છે. અમેરિકા અને
ચીને એકબીજા પર ટેરિફ લાદ્યા બાદ હવે બન્ને દેશની આયાત મોંઘી થશે જેથી બન્ને દેશમાં
ચીજોના ભાવ વધી જશે. પરિણામે બોજો અંતે ગ્રાહકો પર આવશે. ટેરિફ વધારાથી નિકાસકાર દેશનું
વ્યાપારી હિત જોખમાય છે. ટેરિફ વોરથી સરવાળે બન્ને દેશને લાંબા ગાળે નુકસાન સહન કરવું
પડશે.