કોલંબો
તા.4: શ્રીલંકા ક્રિકેટ ટીમનો અનુભવી બેટધર અને પૂર્વ કપ્તાન દિમૂથ કરૂણારત્નેનો ઓસ્ટ્રેલિયા
સામેનો બીજો ટેસ્ટ 100મો અને આખરી ટેસ્ટ હશે. તેણે 100મો ટેસ્ટ રમી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી
નિવૃત્ત થવાની આજે ઘોષણા કરી છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજો ટેસ્ટ ગુરૂવારથી
શરૂ થવાનો છે. 2024માં કરૂણારત્નેનું ફોર્મ ખાસ રહ્યંy નથી. પાછલા 14 મહિનામાં તેણે
27.0પની સરેરાશથી રન કર્યાં છે. શ્રીલંકાની લીમીટેડ ઓવર્સની ટીમમાં તે સામેલ નથી. જેને
તે અલવિદા કરી ચૂકયો છે. કરૂણારત્નેએ 2012માં ન્યુઝીલેન્ડ સામે મેદાને પડી ટેસ્ટ પદાર્પણ
કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 99 ટેસ્ટમાં 16 સદી અને 39 અર્ધસદીથી 39.40ની સરેરાશથી
7172 રન કર્યાં છે. જે શ્રીલંકા તરફથી સંગાકારા, જયવર્ધને મેથ્યૂસ પછી સર્વાધિક છે.
તેણે 30 ટેસ્ટમાં શ્રીલંકાની કપ્તાની કરી હતી. તેણે પ0 વન ડેમાં પણ શ્રીલંકાનું પ્રતિનિધિત્વ
કર્યું હતું.