• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

avsan nondh

સોરઠના વરિષ્ઠ આગેવાન વાલજીભાઈ ફળદુનું અવસાન

શાપુર સોરઠ : શાપુરના વતની અને વંથલી તાલુકામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી યોગદાન આપનાર તેમજ ઉમિયા માતાજી મંદિર (ગાઠીલા)ના પ્રણેતા અને પૂર્વ પ્રમુખ તેમજ ગામના પૂર્વ સરપંચ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વાલજીભાઈ ગોરધનભાઈ ફળદુ (ઉં.85)નું અવસાન થતા શાપુર તેમજ સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે તેમની અંતિયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

કાલાવડ (શીતલા): જાડેજા હરદેવસિંહ પ્રવિણસિંહનાં પુત્ર યોગીરાજસિંહ (ઉં.ર4) તે ઘનશ્યામસિંહ તથા સજનસિંહના નાનાભાઈનું તા.રનાં રોજ અવસાન થયું છે. બેસણું તા.6ના રોજ તેમના નિવાસ સ્થાને કૈલાસનગર કાલાવડ મુકામે સાંજે 4થી 6 રાખેલ છે.

ધ્રોલ: પરસોત્તમભાઈ (પરેશ) (ઉં.વ.76) તે ચાર્તુવૈદી મોઢ બ્રાહ્મણ સ્વ.વજેશંકર પોપટલાલ દવેના પુત્ર તથા વિજયભાઈ અને પ્રમોદભાઈ (રામુ)ના ભાઈ, કનૈયાલાલ ગોવિંદરામ પંડયાના જમાઈ, વિનોદરાય, નવનિતરાય તેમજ વિજયભાઈના બનેવીનું તા.રના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.6ને ગુરૂવારે સાંજે 4થી 6 ગોકુલ પાર્ક-1, મહાદેવ મંદિર પાછળ, શ્રીજી ગેસ્ટ હાઉસ પાસે ધ્રોલ ખાતે છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મણ (મૂળ અગાભી પીપળિયા, હાલ રાજકોટ)ના સ્વ. લાભશંકર મહાશંકર પંડયાના પુત્ર, મહેશભાઇ (ઉં.52) તે કનકભાઇ, મુકેશભાઇ, સ્વ. મધુબેન, અભિલાષાબેન તથા સરોજબેનના ભાઇ તથા અનીતાબેનના પતિ તથા પરી અને સાક્ષીના પિતાનું તા.3ના રોજ અવસાન થયું છે. બેસણું તા.6ને ગુરુવારે સાંજે 4થી 5 રાજ રાજશ્વરી મંદિર, રાજલક્ષ્મી સોસા. નં.18, હુડકો પોલીસ ચોકી સામેનો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ ગામ (ઘુનડા) (ખાનપર) હાલ રાજકોટ સ્વ. બાબુલાલ રામેશ્વરભાઇ જોષીના પુત્ર, નીતિનભાઇ (ઉં.58) વિવેક તથા જ્યોતિબેનના પિતા, તે નલિનીબેન (બેનાબેન), બળવંતભાઇ પંડયા તથા મધુબેન જયેશકુમાર જાનીના ભાઇનું તા.2ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.6ને ગુરુવારે સાંજે 3-30થી 4-30 ગૌરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર, જંકશન કો.ઓ. સોસાયટી, શેરી નં.7, રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલી: ચેતનાબેન ભરતભાઇ મોદીનું તા.30ના રોજ અવસાન થયું છે.

મોરબી: ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ નવલખી, હાલ મોરબી નિવાસી સ્વ. જયંતીલાલ ભગવાનજીભાઇ ભટ્ટના પત્ની, રમાબેન (ઉં.87)તે હર્ષદભાઇ, ઇલાબેન જસવંતરાય યાજ્ઞિક (રાજકોટ) અને પ્રવીણાબેન જીતેન્દ્રકુમાર ત્રિવેદી (વાંકડા, મોરબી)ના માતુશ્રી તેમજ અંકિત અને દિવ્યાબેન આકાશકુમાર રાવલ (રાજકોટ)ના દાદીનું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું તા.6ને ગુરુવારે સાંજે 3થી 5 સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

રાજકોટ: બિપીનભાઇ હિંમતલાલ સિદ્ધપુરા (ઉં.22)તે હાર્દિકભાઇ કિરીટભાઇ સિદ્ધપુરાના મોટાભાઇ તથા શિવ સિધ્ધપુરાના પિતાનું તા.3ના રોજ અવસાન થયું છે. બેસણું તા.6ને ગુરુવારે સાંજે 4થી 6 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલ પાસે, 80 ફૂટ રોડ, રાજકોટ  ખાતે રાખેલ છે.

રાજકોટ: ગુંદાવાડી રામજી મંદિર મહંત રસિકભાઇ રાધેશ્યામભાઇ નિમાવતના પુત્ર, વિશાલભાઇ (કાનો)નું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું તા.6ને ગુરુવારે શ્રીરામજી મંદિર, ગુંદાવાડી, રાજકોટ નિવાસી સ્થાને ખાતે રાખેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક