સુપ્રીમ
કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે
પાંચ સભ્યની સમિતિની રચના
સમિતિ
45 દિવસમાં અહેવાલ સરકારને સોંપશે : રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ
અમદાવાદ,
તા. 4: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને રાજ્ય સરકાર દ્વારા
મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે
તે માટે આગળ વધી રહી છે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ
રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે
કહ્યું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના
નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે. આ
કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત IAS
અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને
સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ
કરશે, તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ નિર્ણયની ભૂમિકા આપતા
જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન
સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય
સરકારને સોંપશે. આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. 370 કલમ
નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે
માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે.
ગૃહ
રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા
કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ
પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહીં થાય તેવી કેન્દ્રીય
ગૃહ મંત્રી અમિતશાહની વાતનો પુનરોચ્ચાર કર્યો
હતો. હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે આદિવાસી સમાજના કાયદાઓ છે તેમનું સંપૂર્ણ સંરક્ષણ
કરવામાં આવશે. આદિવાસી સમુદાયના કાયદામાં ફેરફાર નહીં થાય. તેમણે કહ્યું કે ઞઈઈ માટેનો
કેન્દ્રએ જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેમાં તમામના હિતનું રક્ષણ છે.
ઉલ્લેખનીય
છે કે, ઞઈઈ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો
સમાવેશ કરાયો છે. દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે. સમિતિમાં
સમાવેશ કરવા બદલ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ચાલીસ
વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે. હાલ ઠાકર વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના
કુલપતિ છે. કમિટીમાં પોતાનો સમાવેશ કરવાને લઈને સુરતના સામાજિક કાર્યકર્તા ગીતાબેન
શ્રોફે જણાવ્યું હતું કે સરકારે મારા પર જે વિશ્વાસ મુક્યો છે તેના પર હું ખરી ઉતરવાનો
પ્રયત્ન કરીશ.
-----------------
UCCથી
શું ફેરફારો થશે?
લગ્ન
ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે.
જાતિ,
ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે.
પોલીગેમી
અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
બધા
ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે
નહીં.
હલાલા
અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે.
છોકરીઓને
છોકરાઓ જેટલા જ વારસામાં હિસ્સો મળશે.
લવ
ઇન રિલેશનશિપ રજીસ્ટર કરાવવી પડશે.
લિવ-ઇન
રિલેશનશિપમાંથી જન્મેલા બાળકને પરિણીત યુગલના બાળક જેટલા જ અધિકારો મળશે.
સમાન
નાગરિક સંહિતાના આ ડ્રાફ્ટમાં, અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા
છે.
ટ્રાન્સજેન્ડરો
અને પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલ કરવામાં આવી નથી.
-------------------
યુસીસી
મુદ્દે ગુજરાતમાં રાજકીય ભૂકંપ, વિપક્ષના તીવ્ર પ્રત્યાઘાત
અમદાવાદ,
તા. 4: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે એક કમિટીની
રચના કરવામાં આવી છે. તેના કારણે રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. તદુપરાંત અનેક
રાજકીય નેતાઓ તેના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા છે.
આ બાબતે
વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે, આ દેશના
બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ધર્મ
જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે. જે તે ધર્મની ધાર્મિક વિધિઓ છે જે એમની પરંપરા,
સંસ્કૃતિ છે એ તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. જે રીતે પ્રચાર પ્રસાર થઇ
રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે યુસીસી લાગુ કરાશે પણ યુસીસી લાગુ થવાની મુસ્લિમ સમાજની
સાથે 14 ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની કારણ કે તેમની પોતાની સંસ્કૃતિ
અને પરંપરા છે તેમજ લગ્ન વ્યવસ્થા માટેની પરંપરાઓ છે. તેને ધ્યાનમાં રાખતા યુસીસીની
અસર ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી સમાજની સાથે જૈન સમાજને પણ થશે.
ગુજરાત
પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું
કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ
છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો,
જૈન સમાજ લો અને પારસી પર્સનલ લો જેવા જુદા
જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી. યુનિફોર્મ સિવિલ
કોડ માત્ર લગ્ન સંબંધી બાબતો માટે જ જરૂરી
છે.
આમ
આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ હોય
કે માલધારી સમાજ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80 ટકા ઘરેલુ ઝઘડાના વિવાદોને સમાજના
આગેવાનો સુલજાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ છે અને પોતાના રીતે રિવાજો છે,
આ બધા નિયમો યુસીસી આવ્યા બાદ ખતમ થઈ જશે. માટે અમારું માનવું છે કે ઞઈઈ ભાજપનું એક
નાટક છે.
યુસીસી
કમિટી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ પ્રતિક્રિયા આપી છે. યુસીસીની પાંચ
સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં એક પણ મુસ્લિમ સમુદાયના લોકોને સ્થાન આપવામાં
આવ્યું નથી. હાલ ફક્ત કમિટીની રચના કરવામાં આવી છે બાદમાં મુસદ્દો તૈયાર થયા બાદ લોકો
સમક્ષ મૂકવામાં આવશે. તેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેના પર ચર્ચા વિચારણા કરશે.તમામ
સમાજને સાથે રાખીને જો મુસદ્દો તૈયાર કરવામાં આવશે તો તમામ સમાજનું હિત સચવાશે. એઆઇએમઆઇએમના
નેતા ડેનિશ સિદ્દીકીકીએ જણાવ્યું હતુ કે યુસીસીનો ઉપયોગ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા
માટે કરાયો છે. તેમને રચવામાં આવનારી કમિટી પર કોઇ વિશ્વાસ નથી.
----------------
UCCથી
અશાંતધારાને કોઈ અસર નહીં : હર્ષ સંઘવી
અશાંતધારા
અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે UCCથી અશાંતધારાના કાયદાને કોઈ અસર
નહીં થાય. ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે અશાંતધારા અને UCCના કાયદાને કોઈ સંબંધ નથી. અશાંતધારા
ધર્મના આધારે નથી, જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રખાઈ છે. ધર્મના આધારે વિભાજીત
નથી કરાયું, ઘટનાઓના આધારે કાયદો લાગુ કરાયો.