• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ ઈંઙજ અભય ચુડાસમાનું રાજીનામું

ઓક્ટોબરમાં વય નિવૃત્ત થવાના હતા : અક્ષરધામ મંદિર પર હુમલો અને સિરિયલ બ્લાસ્ટ સહિતના કેસમાં તેમની કામગીરીને બિરદાવાઈ હતી

અમદાવાદ, તા.4: ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. 1999 બેચના ઈંઙજ અધિકારી અભયંિસંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં વયનિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું છે. આઈપીએસ અધિકારી હાલમાં કરાઈ પોલીસ શાળામાં પિછિરન્સપાલ તરીકે કાર્યરત છે.

આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આજે જ્યારે મોટાભાગના અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનું આગવું નેટવર્ક હતું.

અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરને આતંકવાદીઓએ બાનમાં લીધું હતું. ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી. અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદાર કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડયું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું હતું. ઉપરાંત 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ઘટના આજે પણ લોકોને કંપારી અપાવે છે. સિરિયલ બ્લાસ્ટ ઘટનામાં પોલીસને સતત નિષ્ફળતા મળતી હતી ત્યારે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાના નેટવર્કે બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના વઢવાણમાં કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઈંઙજ અભય ચુડાસમા રાજકારણમાં કારડિયા સમાજના સ્થાનને લઈ નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈપણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વવાણિયામાં રોઝડાં મારવા ગયેલા યુવાનોએ મિત્રનો શિકાર કરી નાખ્યો મોરબી-માળિયાના બે શખસની ધરપકડ, બંદૂક -બાઈક કબજે February 05, Wed, 2025