નાણા
મંત્રી સીતારમણે કહ્યું, જોઈશું શું કરવું ? અમારી પૂરી તૈયારી
નવી
દિલ્હી, તા.4 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર છેડી છે અને ભારત તેની
ઝપટે ચઢયું તો શું ? જેનો જવાબ નાણા મંત્રી નિર્મલા સીતારમને આપ્યો છે. વૈશ્વિક સ્તરે
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફની અસરજોવા મળી રહી છે. નાણા મંત્રી સીતારમને આ મામલે કહ્યું
કે અમારી નજર ટકેલી છે, જો અમેરિકા ભારત અંગે કોઈ પગલા ઉઠાવે છે તો પછી જોઈશું કે શું
કરી શકીએ છીએ ? અમારી પૂરી તૈયારી છે. નિર્મલાએ પોતાની વાતમાં બજેટમાં કરવામાં આવેલા
એલાનની એક એક ખુબીઓ ગણાવી હતી.
તેમણે
કહ્યું કે ટેકસમાં રાહતથી વિકાસને બળ મળશે. કસ્ટમ ડયૂટી અંગે સરકારે ઘણું કામ કર્યાનો
દાવો કરી કહ્યું કે જે ચીજો આપણે ત્યાં નથી, એટલે કે દેશ જે ચીજો પર સંપૂર્ણ રીતે આયાત
પર નિર્ભર છે એવી ચીજો પર ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવા વિચાર કરી શકીએ છીએ. ભારતીય શેરબજાર
અંગે કહ્યું કે આપણું બજાર મજબૂત છે. ડોમેસ્ટિક ગ્રોથ મજબૂત છે, એફડીઆઈમાં ઘટાડા માટે
વૈશ્વિક કારણો જવાબદાર છે. રોકાણકારોએ ડરવાની જરૂર નથી. ક્રિપ્ટોને યોગ્ય રીતે રેગ્યુલેટ
કરવાની જરૂર છે.