• શનિવાર, 27 જુલાઈ, 2024

avsan nondh

જેતપુરના કેરાળેશ્વર મહાદેવ મંદિરના મહંતનું અવસાન, મંદિર પરિસરમાં અપાઈ સમાધિ

જેતપુર : જેતપુરનું પ્રાચીન મંદિર જેનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલ છે, તેવું શ્રી કેરાળેશ્વર મહાદેવ મંદિરના મહંત જગદીશભારથી બાપુ આજે સવારે કૈલાશવાસ થયા હતા. બાપુને બે દિવસ પૂર્વે લો બીપી થતા તેઓને પ્રથમ સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ તેઓની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. જ્યાં બે દિવસની સારવાર કારગત ન નિવડતા આજે વહેલી સવારે બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા. બાપુનો કૈલાશવાસ થતા સેવકગણમાં દુ:ખની લાગણી પ્રસરી હતી. બાપુના પાર્થિવ દેહને સેવકગણના દર્શનાર્થે માટે મંદિર રાખવામાં આવ્યો હતો. બાદમાં નીજ મંદિરના પરિસરમાં અસંખ્ય સેવકગણની હાજરીમાં બાપુને સમાધિ આપવામાં આવી હતી.

 

ચક્ષુદાન

રાજકોટ: સ્વ. લીલાબેન મનસુખલાલ સોઢા (ઉં.90)નું અવસાન થતા તેમના પુત્રો અશોકભાઇ, જીજ્ઞેશભાઇ અને પૌત્રો, સત્યજિત અને મનનની સહમતીથી મૃત્યુ બાદ ચક્ષુદાન કરી પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે. આ ચક્ષુઓનું દાન (જેએસજી) આઇ ડોનેશન ડ્રાઇવના ઉપેનભાઈ મોદી અને વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, કન્વિનર અનુપમભાઇ દોશી દ્વારા ચક્ષુદાન કરવામાં આવેલ. ડૉ. ધર્મેશ શાહ દ્વારા સ્વીકારવામાં આવેલ.

ચક્ષુદાન

પોરબંદર: પુષ્પાબેન મનસુખલાલ અમલાણી તે સ્વ. મનસુખલાલ ગિરધરદાસ અમલાણી (કૈલાશ સિલેક્શનવાળા)નાં પત્ની, કૈલાશભાઈ, મનીષભાઇ, રશ્મિબેન અનીલભાઇ સીમરિયા (મુંબઈ), સ્વ. ભાવનાબેન હસમુખભાઈ ખીમાણી (રાજકોટ)નાં માતુશ્રી તથા અમરેલી નિવાસી સ્વ. ઓધવજી મકનદાસ કાનાબારનાં પુત્રીનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષની સાદડી તા.3 ના બપોરે 5થી 5-30 લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

વાંકાનેર : સ્વ.ભગવાનજીભાઈ ખીમજીભાઈ જોબનપુત્રાના પત્ની હિરાગૌરીબેન (ઉં.82) તે સંજયભાઈ, મુકેશભાઈના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.5ના સાંજે 4થી 5 લોહાણા મહાજન વાડી, દિવાનપરા વાંકાનેર છે.

જેતપુર : બ્રહ્મક્ષત્રિય જમનાદાસ પ્રેમજીભાઈ બોસમિયા (ઝવેરી ડાંઈગ) (ઉં.64) ના પુત્ર ઘનશ્યામભાઈ તે રવિ, હર્ષના પિતાશ્રી સ્વ.િદનેશભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.પ્રવિણભાઈ, અશોકભાઈ, અનિલભાઈના નાનાભાઈનું તા.3ના અવસાન થયું છે.

રાજકોટ : ચિતલ નિવાસી હાલ રાજકોટ મધુકાંતાબેન પ્રતાપરાય મહેતા (ઉં.78) તે મેહુલભાઈ, પીયૂષભાઈ (પીયૂષ ઓટો ટ્રેડર્સ) તથા સોનલબેન સુનિલકુમાર માટલિયાના માતુશ્રી, વેકરિયાવાળા ભાઈચંદભાઈ જશરાજભાઈ ગાંધીના પુત્રી, બિપીનચંદ્ર બી.ગાંધી (એડવોકેટ એન્ડ નોટરી), મીનાક્ષીબેન માટલિયા તથા ચેતનાબેન પારેખના બેન, કિરીટભાઈના મોટા ભાભીનું તા.3-6ના અવસાન થયું છે. ઉઠમણું તા.5ના સવારે 10થી 11 શ્રમજીવી ઉપાશ્રય, ઢેબર રોડ, રાજકોટ સાસરીપક્ષ પિયર પક્ષનું સાથે છે.

ગઢડા (સ્વામીના) : (અનિડા વાળા) મોહનલાલ મુળજીભાઈ જોષી (ઉં.95) તે રેખાબેન મહેન્દ્રભાઈ ભટ્ટ (સુરત), પારૂલબેન ધર્મેન્દ્રભાઈ રાવવ (બોટાદ), મુકેશભાઈ, પરેશભાઈ હરીહર પાન)ના પિતાશ્રી, સ્વ.શ્યામસુંદરભાઈ મનસુખભાઈ ભટ્ટ, સ્વ.લક્ષ્મીશંકરભાઈ (લાખણકા)ના બનેવીનું તા.2ના અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું સાથે છે.

જૂનાગઢ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ગુલાબશંકર હરિશંકર પંડયાના પત્ની લાભુબેન (ઉં.90) તે અરવિંદભાઈ, જયશ્રીબેન પ્રવિણભાઈ દવે (કલ્યાણપુર)ના માતુશ્રી તે નિશાબેન, રાજેશ, અલ્યાબેન અતુલભાઈ અને ભાર્ગવી હિરેન ભટ્ટના દાદીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6 સમાજની વાડી, વાંઝાવાડ, જૂનાગઢ છે.

ધારી : પત્રકાર તથા ખોજા સમાજના આગેવાન રજબભાઈ વલીભાઈ ચાવડા (અમીન ન્યૂઝ એજન્સી વાળા)ના પત્ની મલેકબેન (ઉં.75) તે રફીકભાઈ, નિજારભાઈ (પત્રકાર), નુરદ્દીનભાઈ (પત્રકાર)ના માતાનું તા.2ના ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. બેસણું તા.5ના સાંજે 4થી 5 તેમના નિવાસસ્થાને, યોગીનગર, મહિલા હોસ્ટેલની બાજમાં નવી વસાહત ખાતે છે.

દ્વારકા: મચ્છુ કઠિયા સઈ સુથાર મીઠાપુર નિવાસી ઉપેન્દ્રભાઈ ડાયાલાલ પીઠડિયા તે પ્રફુલ્લાબેન પીઠડિયાના પતિ, સ્વ. જયંતીભાઈના નાનાભાઈ, સુરેશભાઈ, વિજયભાઈ, મુકેશભાઈ, જૂનાગઢ નિવાસી રસીલાબેનના મોટાભાઈ, નિર્મળાબેન જેરામભાઈ પરમારના જમાઈનું તા.ર/3ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.4ને રવિવારે સવારે 7 વાગ્યે તેમના નિવાસ સ્થાન ઈમાનશાહ પીરની દરગાહ પાસે, સૂરજકરાડી, મીઠાપુરથી નીકળશે. ઉઠમણું સોમવાર તા.પ/6ના સાંજે પ.30થી 6.30 ઈમાનશાહપીરની દરગાહ પાસે, સૂરજકરાડી, મીઠાપુર રાખેલ છે.

રાજકોટ: સાણથલી નીવાસી સ્વ. ટપુલાલ અમરશીભાઈ રાજપોપટના પુત્ર હસમુખલાલ (ઉં.વ.78) હાલ રાજકોટ તે અનીલભાઈ સંજયભાઈ, કમલેશભાઈ, નયનાબેન હિતેષકુમાર રાયપા (અમરેલી), સ્વ.ચેતનાબેન નીતિનકુમાર નથવાણી (જામનગર)ના પિતાશ્રી, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, જયંતીભાઈ, સ્વ.રમેશભાઈ, લાભુબેન કનૈયાલાલ અનડકટ, સ્વ. પુષ્પાબેન મનહરલાલ વસંતના ભાઈનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું તા.પના સાંજે 4થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે

રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક