એસ.પી. રિંગરોડ તરફ પોલીસે નાકાબંધી
કરી
અમદાવાદ, તા.2 : રાજ્યના વિકસિત
શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટના વારંવાર સામે
આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં આજે જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ
લૂંટ થઈ હતી. સમગ્ર ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે દુકાનદારની ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં
આજે ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે. બે-ત્રણ લુટારુ હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં
ઘૂસી ગયાં હતાં. જ્યાં લૂંટારુઓએ દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવીને
ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને લઈ ગયા હતાં. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર
સીસીટીવીમાં કેદ થઈ હતી.
કનકપુર જ્વેલર્સમાં બપોરના સમેય
ચાર લુટારુ આવ્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઉભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં
ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી. લૂંટ કરવા
આવેલા લુટારુઓએ પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી. લૂંટના
જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં લુટારુઓ આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના
(જુઓ પાનું 10)
દાગીના વીણતા જોવા મળી રહ્યા
છે. આ તમામ દાગીના લુટારુઓએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા.
સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસે
લુટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. જે માટે અમદાવાદ એસ.પી. રિંગરોડ તરફ જતા રોડ
પર પોલીસે નાકાબંધી કરી હતી અને જ્વેલર્સની દુકાન તેમજ આસપાસના સીસીટીવી કેમેરા દ્વારા
લુટારાઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.