ચાર
કરોડની માગણી કરી પઠાણી ઉઘરાણી
રાજકોટ,
તા.પ : રાજકોટમાં રહેતા અને પડધરી પથંકમાં ખેતીવાડીની જમીન ધરાવતા આધેડ ખેડૂતને રૂ.3પ
લાખની રકમ વ્યાજે આપી ગીરો દસ્તાવેજના બદલે વેચાણ દસ્તાવેજ કરી નાખી દસ કરોડની જમીન
પચાવી પાડી અસલ દસ્તાવેજ કરવા માટેથી રૂ.4.3પ કરોડની માગણી કરી ધમકાવનાર રાજકોટના કુખ્યાત
વ્યાજખોર અને ચરખડીના પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય શખસ
સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની
વિગત એવી છે કે, સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે બાલાજી શેરીમાં રહેતા અને ખેતીકામ
કરતા વિશાલભાઈ બાબુભાઈ ગઢિયા નામના ખેડૂત આધેડએ રાજકોટમાં 1પ0 ફૂટ રિંગ રોડ પર આવેલ
પટેલ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ ધરાવતા અલ્પેશ ગોપાલ દોંગા, ગોંડલનાં ચરખડી ગામના વત્સલકુમાર
રસિક સખિયા, તેના પિતા રસિક સખિયા વિરુદ્ધ જમીનનો દસ્તાવેજ બનાવી ઠગાઈ આચરી રૂ.4.3પ
કરોડની માગણી કરી જમીનનો કબજો લેવા ધમકાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પડધરી પોલીસે
ત્રણેય શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી વિશાલ ગઢિયા નામના ખેડૂતની સંયુક્ત માલિકીની
પડધરીનાં સાલપીપળિયા ગામે જમીન આવેલી છે. દરમિયાન વિશાલ તથા તેના ભાઈએ ખાનગી બેન્કમાંથી
મકાન માટે લોન લીધી હતી. તે દરમિયાન વિશાલના ભાઈ રાજેશની પત્નીને ર0રરમાં બ્રેન આંચકી
આવતા હોસ્પિટલ ખર્ચ માટેથી નાણાંની જરૂરિયાત ઉભી થઈ હતી તેમજ છ માસ બાદ રાજેશને અકસ્માત
નડતા બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જતા ફરીથી નાણાંની જરૂરિયાત ઉભી થતાં વ્યાજે નાણાં આપવાનો ધંધો કરતા અલ્પેશ દોંગાને મળ્યા
હતા અને સાલપીપળિયા ગામે આવેલી જમીન પર સવા ટકા વ્યાજે નાણાં આપવાની વાત કરી હતી. બાદમાં
વિશાલ તથા તેનો ભાઈ રાજેશ અને માતા પ્રભાબેન પડધરી સબ રજિ. કચેરીએ ગયા હતા. ત્યાં ગીરો
દસ્તાવેજ કરવાનું નક્કી કરી રૂ.3પ લાખની રકમ આપવાની વાત કરી હતી. બાદમાં ચરખડીના વત્સલકુમાર
રસિક સખિયાનાં નામે ગીરો દસ્તાવેજ કરાવ્યો હતો અને બેન્ક ખાતામાં રૂ.3પ લાખના નાખ્યા
હતા. જેમાંથી વિશાલ ગઢિયાએ બન્ને ભાઈની લોનના હપ્તા ચડત થઈ ગયા હોય તે અને સગા સંબંધીઓ
પાસેથી ઉછીનાં નાણાં લીધાં હોય તે પરત આપ્યા હતા અને બાદમાં અલ્પેશ દોગાએ સવા ટકાના
બદલે ત્રણ ટકા વ્યાજની માગણી કરી હતી.
દરમિયાન
એક દિવસ ચરખડીનો વત્સલ તથા તેના પિતા રસિક સખિયા તથા અજાણ્યા શખસો વાડીએ પહોંચ્યા હતા
અને આ જમીન પરનો કબજો ખાલી કરી દેવા મજૂરોને ધમકાવતા જાણ થઈ હતી અને બાદમાં અલ્પેશ
દોંગાને વિશાલ અને તેનો ભાઈ રાજેશ તથા અન્ય મિત્રો મળવા ગયા હતા ત્યારે આ જમીનનો દસ્તાવજે
કરી નાખ્યાની અને આ દસ્તાવેજ તેનાં નામે કરવો હોય તો રૂ. 4.3પ કરોડની રકમ ત્રણ ટકા
વ્યાજ સાથે પરત આપવાની વાત કરી ધમકાવ્યા હતા અને બાદમાં વ્યાજે નાણાં આપવાના બહાને
ઠગાઈ કરી દસ કરોડની જમીન પચાવી પાડવામાં આવી હોવાની જાણ થઈ હતી અને સમગ્ર મામલો પોલીસમાં
પહોંચ્યો હતો.
આ બનાવ
અંગે પોલીસે રાજકોટના અલ્પેશ દોંગા, ચરખડીના રસિક સખિયા, તેનો પુત્ર વત્સલ સખિયા વિરુદ્ધ
ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રોલ તાબેનાં વાંકિયા ગામના
જયસુખ મોહન ભિમાણી નામના ખેડૂતને પણ રૂ.ર1 લાખની રકમ વ્યાજે આપવાના બહાને અલ્પેશ દોંગા
સહિતની ટોળકીએ જમીન પચાવી પાડયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે
ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.