હત્યા,
લૂંટ, ફરજ રુકાવટ સહિતના ગંભીર ગુના આચર્યા’તા
વેરાવળ,
તા.પ : ગીર સોમનાથ જીલ્લામાં આતંક મચાવનાર
અને 196 ગુના આચરનાર કુખ્યાત વાંદરીગેંગ વિરુધ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નેંધ્યો
હતો અને વેરાવળ તુરક સમાજના પ્રમુખ સહિત 14 શખસોને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ
ધરી હતી તેમજ 14 શખસોની મિલકતો ટાંચમાં લેવા સહિતની કાર્યવાહીની પણ તજવીજ શરૂ કરવામાં
આવી છે.
આ અંગેની
વિગત એવી છે કે, વેરાવળ સોમનાથ પંથકમાં વર્ષોથી આતંક મચાવી ગંભીર ગુના આચરતી કુખ્યાત
વાંદરીગેંગના સૂત્રધાર વસીમ ઉર્ફે ભુરો અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે મયો સહિતની ટોળકી
વિરુધ્ધ 196 ગુના નોંધાયેલા હોય પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરી
હતી.
આ મામલે
ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિહ જાડેજાએ પત્રકાર પરીષદ યોજી માહિતી આપી હતી. ગીર
સોમનાથ જીલ્લામાં દસેક વર્ષથી આતંક મચાવતા વાંદરીગેંગના સુત્રધાર વસીમ ઉર્ફે ભુરો અને
શરીફ ઉર્ફે ભુરો ઉફે માયો સહિતની 14 શખસોની ટોળકી વિરુધ્ધ ફરજ રુકાવટ, હત્યા, લૂંટ,
મારામારી,ગૌમાંસ તસ્કરી, મિલકત, દારૂ, હથિયાર સહિતના 196 ગુના નોંધાયા હોય ગુજસીટોક
હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે
વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર, શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઈકબાલ ચીનાઈ
પટણી તેમજ જીબ્રાન આમદ પંજા, મોહસીન ઉર્ફે જાડો મુસ્તાક, કાજી શેખ, મુન્તહા ઉર્ફે અલીયો
અલી પંજા, અફજલ ઉર્ફે ચીપો સતાર પંજા, સુફીયાન ઉર્ફે આમીર આરીફ મલેક, રફીક ઉર્ફે ટમેટો
સતાર ચૌહાણ, સોયબ ઉર્ફે ભાયાત હુશેન મુગલ, શાહીલ ઉર્ફે મીર યુસુફ જેઠવા, યાસીન ઈબાહીમ
જલાલી ફકીર, યાકુબ ઉર્ફે વાદરી ઉર્ફે કારા મહમદ તાજવાણ તુરક, અયુબ મહમદ તાજવાણી અને
તુરક સમાજના પ્રમુખ જાવીદ ઉર્ફે વાંદરી મહમદ તાજવાણીને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ
હાથ ધરી હતી.
તેમજ
કુખ્યાત વાંદરીગેંગનો ભોગ બનેલ પીડિતોએ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. પોલીસે
વાંદરીગેંગના શખસોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી અને તેની મિલકતો પણ
ટાંચમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.