• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

દેશમાં દૈનિક 75,000 વધુ ઓનલાઈન ટિકિટ બાકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે !

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બૂક કરીને નિગમને રૂ. 1,036 કરોડની કમાણી કરાવી

અમદાવાદ, તા.3 : સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ - ઘઙછજનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ  પ્રાપ્ત કરી છે, સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બાકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટો બૂક કરીને એસ.ટી નિગમને કુલ રૂ. 1,036 કરોડથી વધુની આવક કરાવી છે.મહત્વનું છે કે, નિગમ દ્વારા  દિવ્યાંગ મુસાફરો સરળતાથી બાકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બાકિંગનું વેબ- મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી.ત્યારબાદ  વર્ષ -2011થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો અબવશબીત, પેટીએમ જેવી એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન એસ.ટી બસની ટિકિટ બાકિંગ કરાવી શકે છે.   ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કર્યા પછી એસ.ટી નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓ વધારો કર્યો છે, જેમાં વર્ષ-2015થી એન્ડ્રોઈડ અને શઘજમોબાઈલ એપ્લિકેશન (ઋજછઝઈ ઘરરશભશફહ) લોન્ચ કરવામાં આવી હતી. મુસાફરો મોબાઈલ- વેબ એપ્લિકેશન |||.લતાિભિં.શક્ષ મારફતે બૂક કરાયેલી ટિકિટોનું રિશિડ્યુલ- કેન્સલેશન તેમજ ઙગછ સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને તેમની મુસાફરીની ટિકિટ 60 દિવસ અગાઉ બૂક કરાવી શકશે અને જો મુસાફરીમાં જો કોઈ ફેરફાર થાય તે સમય ટિકિટની રિશિડ્યુલની સુવિધા વિનામૂલ્યે મુસાફરોને નિગમ દ્વારા આપવામાં આવે છે, 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક