વેરાવળના આરોપીએ નાનીજીના ગળે પણ છરી હુલાવતા ગંભીર : પોલીસ સાથે આરોપીને સાટિંગ હોવાના આક્ષેપ, આરોપીની માતા હોમગાર્ડમાં
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.14: રાજકોટમાં ગઈકાલે મોદી રાત્રે પતિ પત્નીના ઝઘડાનું વિપરીત પરિણામ આવ્યું હતું
હોમગાર્ડ જવાનના પુત્રએ છરી ઝીંકી નાનાજીની કરપીણ હત્યા કરી નાનીજીને પણ ગળાના ભાગે
છરી ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડી હતી, મૃતકના પરિવારે સંપૂર્ણ ન્યાય નહી મળે ત્યાં સુધી
મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે.પોલીસે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિમલ નગર 1 માં રહેતા મૃતક પ્રવિણ
શાહના પુત્રી તેજલબેન શાહે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીએ વિવેકગીરી પ્રકાશગીરી
ગોસ્વામી સાથે તા.2 સપ્ટેમ્બર, 2025ના કોર્ટ મેરેજ કર્યા હતા. જે વિવેક હાલ વેરાવળ
સોમનાથના ભાલકાતીર્થ ખાતે રહે છે. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ તેઓ તેને સરખી રીતે
સાચવતા નહોતા અને મારકૂટ કરતા હતા. દવા પીવડાવી સૂવડાવી રાખતા હતાં. તેના સાસુ બબીતાબેન
ગોસ્વામી મારી દીકરીને ખોટુ કામ કરવાનું કહેતા હતાં. બબીતાબેન સોમનાથ મંદિરમાં હોમગાર્ડ
છે. તેજલબેને વધુમાં કહ્યું હતું કે, અમે ગત તા.13 મેના અમારી દીકરીને પોલીસ પ્રોટેક્શન
સાથે ઘરે લઈ આવ્યા હતાં. ત્યારબાદ પણ મારી દીકરીને ધમકી આપતો હતો કે તને, તારા પપ્પા
અને નાના-નાનીનું ઢીમ ઢાળી દેશું. જેથી અમે મુંજકા પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી
હતી. ત્યાર બાદ 13 તારીખની રાત્રે આરોપી વિવેકગીરી ચારો લઈને ઘરમાં ઘુસી ગયો હતો ને
ધમાલ મચાવી હતી ત્યારે પ્રવીણભાઈ વચ્ચે પડતા તેને આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા જયારે
પ્રવીણભાઈના પત્ની વચ્ચે પડતા તેને પણ ગળાના ભાગે છરી મારી દેતા તે પણ ગંભીર ઈજા ગ્રસ્ત
થતા બન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રવીણભાઈનું મૃત્યુ
થતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક પ્રવીણભાઈ યુનીવર્સીટીના નિવૃત્ત કર્મચારી હતા.જ્યાં
સુધી પુરતો ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇનકાર કર્યો હતો પોલીસે
આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.