• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

નાની કુંડળ ગામે નિવૃત્ત કર્નલ સહિત ત્રણ પર ખૂની હુમલો કરનાર ચાર શખસ ઝડપાયા

બાબરા, તા.8: નાની કુંડળ ગામની સીમમાં ન્યુ દિલ્હીના નિવૃત્ત કર્નલ કંવરજીતસિંઘ ઠાકરસિંઘ ચઢ્ઢા તેમજ ઓમકારસિંઘ અને કિશનકુમાર પર રાયપર ગામના શિવકુ ગોવાળિયા સહિતના શખસોએ હથિયારોથી ખૂની હુમલો કરતાં ગંભીર ઈજા થવાથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવ અંગે પોલીસે શિવકુ ગોવાળિયા સહિતની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી 1 ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગઢડાના રાયપર ગામની સીમમાંથી બોટાદના આનંદધામ રેસિ.માં રહેતા શિવકુ બહાદુર ગોવાળિયા, બોટાદના શિવાજીનગરમાં પાંચપડા શેરીમાં રહેતા રાજકુ બહાદુર ગોવાળિયા, બોટાદની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા મગળુ બહાદુર ગોવાળિયા અને બોટાદની આનંદધામ સોસાયટીમાં રહેતા હરેશ દડુ ગીડાને ઝડપી લીધા હતા. પોલીસે અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.