જૂનાગઢ,
તા.8: પ્રમાણે ભેંસાણ પોલીસને બાતમી મળેલ કે,
ખંભાળીયાના દેવકુભાઈ કોરાટની જમીન ભાગમાં વાવેલ રવજી મંગાભાઈ કુનપરાએ પોતાના કબ્જાવાળા
ખેતરમાં બહારથી ખેલીઓને બોલાવી જુગારનો અડ્ડો ચાલે છે તેથી પોલીસે દરોડો પાડી જુગાર
પટમાંથી રૂ.4ર,પ00 રોકડા તથા પાંચ બાઈકો મળી કુલ રૂ.1,3ર,પ00નો મુદ્દામાલ કબ્જે કર્યો
હતો.
પોલીસ
કાર્યવાહીમાં જુગાર રમતા રવજી મંગા કુનપરા, ઘનશ્યામ ડાયા રાઠોડ, ભાવેશ શામજી ગુજરાતી,
રઘુ અરજણ રામાણી, રમેશ બાબુ રાઠોડ, ગીરધર ભાયા ગુજરાતી, હિંમત કડવા ભુવા, વિઠ્ઠલ રવજી
ભુવા અને કાના મગન ચાવડાને ઝડપી લીધા હતાં.
સરદારગઢ
ગામે દુકાનમાં ચોરી
જૂનાગઢ,
તા.8: માણાવદર તાલુકાના સરદારગઢ ગામે મુકેશ વીરજીભાઈ ગાંગડિયાની દુકાનના કોઈ તસ્કરોએ
તાળા તોડી દુકાનના થડામાં વેપારના રૂ.7 હજાર રોકડાની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ
નોંધાય છે.