• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

માળિયા મિંયાણામાં SMCનો સપાટો, દારૂ ટ્રક સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી, તા.14: SMC દ્વારા માળિયા મિંયાણા નજીકથી 19 હજારથી વધુ દારૂની બોટલો સાથે ટ્રક ઝડપી લેવાયો હતો જેની અંદાજીત કિંમત 1.67 કરોડ થાય છે.પોલીસે મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી જ્યારે સાત શખસો વોન્ટેડ જાહેર કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિંયાણા નજીક આવેલા સ્વાગત પેટ્રોલ પંપના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટ્રક અંગે બાતમી મળતા SMCની ટીમે દરોડો પાડયો હતો.તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 19,068 દારૂની બોટલો મળી આવી હતી.જપ્ત કરાયેલી દારૂની કિંમત અંદાજે રૂ. 1.38 કરોડ ગણવામાં આવી છે.જેથી ટ્રક સહિત કુલ રૂ. 1.67 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ દરમિયાન સ્થળ પરથી વિક્રમ સિંગ ચૌહાણ અને કમલ કિશોર મારું (બન્ને રહે. રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં દારૂ અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તેમજ દારૂ મોકલનાર મુખ્ય સપ્લાયર તરીકે રમેશ લીખમારામ જાટ,બલવીર સોહનદાસ જાટ, જબ્બર બિશ્નોઇ, ટ્રક માલિક તથા ત્રણ અજાણ્યા ઇસમો સહિત કુલ સાત વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા મિંયાણા પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક