• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે T-20 વિશ્વકપનો મેચ : મજબૂત રેકોર્ડ અને ફોર્મથી ભારત જીત માટે પ્રબળ દાવેદાર : સ્પીનર અને પેસર બન્ને બની શકે નિર્ણાયક

નવી દિલ્હી, તા. 14 : ઓફ ફિલ્ડ ડ્રામા અને રાજનીતિક દાવપેચ બાદ આઈસીસી ટી20 વિશ્વકપનો સૌથી બહુપ્રતીક્ષિત મુકાબલો અંતે નક્કી કાર્યક્રમ અનુસાર થવા જઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને આવશે. આ મુકાબલામાં મોટાભાગના લોકો ભારતને પ્રબળ દાવેદાર માને છે. કારણ કે પાકિસ્તાન સામેની ટક્કરમાં ભારતનો દબદબો રહ્યો છે. વર્તમાન વિશ્વકપમાં ભારતનું પ્રદર્શન આ સ્થિતિને વધારે મજબૂત બનાવે છે.

ભારતે પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા ઉપર જીત સાથે કરી હતી. સૂર્યકુમાર યાદવે આકરી સ્થિતિમાં મહત્ત્વની ઈનિંગ રમીને ટીમને સંભાળી હતી અને જીત અપાવી હતી. ત્યારબાદ ભારતે દિલ્હીમાં નામીબિયાને 93 રને હરાવ્યું હતું. જે ટી20 વિશ્વકપના ઈતિહાસમાં રનના અંતરથી ભારતની સૌથી મોટી જીત પણ રહી હતી.

બીજી તરફ પાકિસ્તાનને નેધરલેન્ડ સામે આકરા પડકારનો સામનો કરવો પડયો હતો. જેમાં ફહીમ અશરફની ઉપયોગી ઈનિંગને રોમાંચક મુકાબલામાં જીત અપાવી હતી. ત્યારબાદ અમેરિકા સામે ટૂર્નામેન્ટમાં સતત બીજી નોંધાવી હતી.

તેવામાં રવિવારનો મુકાબલો થ્રિલર થવાની પૂરી આશા છે. સતત જીત સાથે ભારત લયમાં છે અને માનસીક બઢત પણ ધરાવે છે. છેલ્લા એક દશકમાં ભારતનો પાકિસ્તાન ઉપર સતત  દબદબો રહ્યો છે.ભારતે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શાનદાર સફળતા પણ મેળવી છે. 2009થી અત્યારસુધીમાં કોલંબોમાં રમાયેલા 15 ટી20 મેચમાં ભારતને 11મા જીત અને 4મા હાર મળી છે. આસીસી ટી20 વિશ્વકપ 2012મા ભારતે આ મેદાન ઉપર પાંચમાંથી ચાર મેચ જીત્યા હતા જ્યારે એકમાત્ર હાર ઓસ્ટ્રેલિયા સામે મળી હતી. શ્રીલંકા ઉપરાંત માત્ર ઓસ્ટ્રેલિયા જ આ મેદાન ઉપર ભારતને હરાવી શક્યું છે.

કોલંબોના સ્ટેડિયમમાં મોટાભાગે લક્ષ્યનો પીછો કરનારી ટીમને ફાયદો મળ્યો છે. અહિંયા રમાયેલા 51 ટી20 મેચની સરેરાશ 152 રહી છે જ્યારે 28 વખત લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો છે. જો કે વર્તમાન ટુર્નામેન્ટમાં રન ચેઝ થોડો અઘરો સાબિત થયો છે.

વર્તમાન ટૂર્નામેન્ટમાં કોલંબોના સ્ટેડિયમનો સરેરાશ સ્કોર 158 રહ્યો છે. ભારત જ્યારે પણ અહિંયા પહેલા બેટિંગ કરતા 150થી વધારે સ્કોર કર્યો છે ત્યારે છમાંથી પાંચ મેચમાં જીત મેળવી છે. તેવામાં 165થી વધારેનો સ્કોર જીત માટે પર્યાપ્ત બની શકે છે.

કોલંબોમાં ટી20 મેચમાં ફાસ્ટ અને સ્પીન બન્ને બોલરને સફળતા મળી છે. પેસરોએ 323 વિકેટ લીધી છે જ્યારે સ્પીનરોના નામે 282 વિકેટ છે. હાલમાં જ વનીંદુ હસરંગા અને માહેશ તીક્ષ્ણાએ આર્યલેન્ડના બોલરોને રોક્યા હતા જ્યારે એડ જામ્પાએ શાનદાર ચાર વિકેટ લીધી હતી.

ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહની વાપસી ભારત માટે થોડી મજબુતી લાવી શકે છે જ્યારે પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પીનર ઉસ્માન તારીકને પણ ભારત સામે મોટું હથિયાર માનવામાંઅ ાવે છે. રવિવારે મુકાબલમાં નિર્ણય માત્ર સ્પીનથી જ નહી થાય. ફાસ્ટ બોલર પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક