- વડાપ્રધાનનો એક દિવસીય આસામ પ્રવાસ ઃ
ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સહિતનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
નવી દિલ્હી,
તા.14ઃ ચીનને સીધો સંદેશો આપતાં ઘટનાક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસામના
પ્રવાસે પહોંચ્યા હતાં અને ત્યાં તેમનું વિમાન ચીનની સીમા નજીક આવેલા અસામના દિબ્રૂગઢમાં
બનાવાયેલા પ્રથમ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઈએલએફ) પર ઉતારવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ
સોનોઓવાલે તેમનું સ્વાગત કર્યું હતું. એક દિવસીય પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ
મોરાન બાયપાસ પાસે આવેલી આપાતકાલીન ઉતરાણ સુવિધા (ઈએલએફ) સહિત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન
કર્યું હતું.
ગત ત્રણ મહિનામાં મોદીનો આ ત્રીજો અસામ પ્રવાસ છે. રાજ્યમાં
થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની શક્યતા છે. પ્રધાનમંત્રીની હાજરીમાં મોરાન બાયપાસ
પર ફાઇટર અને ટ્રાન્સપોર્ટ વિમાનો તેમજ હેલિકોપ્ટર દ્વારા હવાઈ પ્રદર્શન કરવામાં આવ્યું
હતું. ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં આ પ્રકારની ઈએલએફ સુવિધા પ્રથમ વખત બનાવવામાં આવી
છે. જ્યાં સૈન્ય તેમજ નાગરિક વિમાનોને ટેકઓફ અને લેન્ડિગ કરવાની સુવિધા મળશે. આ પ્રદેશમાં
ચીનનાં ચંચુપાત અને સખળડખળનાં કારણે તેને ચીન માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું
છે. આ લેન્ડિંગ સુવિધા ઇન્ડિયન એર ફોર્સ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ
આકસ્મિક પરિસ્થિતિઓમાં મજબૂત પ્રતિક્રિયા ક્ષમતા ઊભી કરવાનો છે. કુદરતી આપત્તિ અથવા
પડોશી દેશ સાથે તણાવની સ્થિતિમાં તેનો વ્યૂહાત્મક ઉપયોગ કરી શકાય છે. આ સુવિધા 40 ટન સુધીના
લડાકૂ વિમાનો અને 74 ટન સુધીના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ટેકઓફ અને લેન્ડિગ માટે તૈયાર થયેલી છ
દિબ્રૂગઢની ઈમરજન્સી લેન્ડિગ ફેસિલિટી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં
પોતાની પ્રકારની પ્રથમ સુવિધા છે. જોકે ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને
પૂર્વાંચલ એક્સપ્રેસવે પર પણ આવી સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, ઓડિશાના
બાલાસોર અને આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં પણ આવી સુવિધા છે પરંતુ દિબ્રૂગઢમાં બનેલી આ
સુવિધા વધુ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે ચીનની સીમા નજીક આવેલી છે.