આર્થિક મામલાની કેબિનેટ કમિટિની બેઠકમાં નિર્ણય
નવી દિલ્હી,
તા. 14 ઃ આર્થિક મામલાની કેબિનેટ કમિટિ (સીસીઈએ)એ દેશના પહેલા અંડરવોટર ટ્વિન ટÎૂબ રોડ-રેલ
ટનલ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લગભગ
18,662 કરોડ રૂપિયાની પડતરથી વિકસીત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ આસામમાં બનશે પણ તેની
અસર રાજ્યની બહાર પણ થશે. અરુણાચલ પ્રદેશ,નાગાલેન્ડ અને બીજા ઉત્તર પુર્વ વિસ્તારની કનેક્ટિવિટી વધારે સારી બનશે. ભારતના પહેલા અંડર વોટર ટ્વિન ટÎૂબ રોડ-રેલ
ટનલની
કુલ લંબાઈ 34 કિલોમીટરની રહેશે. આ પ્રોજેક્ટમાં બે પેરેલલ ટનલ હશે. જે રોડ અને રેલ ટ્રાફિક
બન્નેને સરળ અને હાઈ કેપેસિટી મુવમેન્ટને આસાન બનાવવા ડિઝાઈન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ
એન્જીનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કંટ્રક્શન મોડ હેઠળ પુરો કરવામાં આવશે અને પાંચ વર્ષમાં નિર્માણ
પૂરું થવાની સંભાવના છે. આ ઉપરાંત પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમા કસારા-મનમાડ, દિલ્હી-અંબાલા
અને બલ્લારી-હોસપેટે વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઈન બનાવવાને મંજુરી આળી છે. કેન્દ્ર
સરકારે દિલ્હી,
હરિયાણા,
મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાને કવર કરતી ત્રણ મલ્ટી
ટ્રેકિંગ પરિયોજનાને મંજૂરી આપી છે. જેની કુલ પડતર 18509 કરોડ રૂપિયા છે. આ મંજૂરીથી
ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 389 કિલોમીટરની વૃદ્ધિ થશે.