અમરેલી,તા.3: અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ માર્ગ પર ખીંચા ચોકડી પાસે ટાટા 40% ટેમ્પો અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 8 ખેતમજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તરાશિંગડાંથી ધારી તરફ આવી રહેલી રિક્ષાને સામેથી આવતા ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષામાં સવાર તમામ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેના પગલે સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
ઇજાગ્રસ્તોમાં હસીનાબેન, આશાબેન,
સોનલબેન અને દિનેશભાઈ સહિતના 8 મજૂરોનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ સ્થાનિક
હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી 6 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે
અમરેલી રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વાહન
ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.