• સોમવાર, 04 મે, 2026

દિલ્હીમાં અઈ ફાટતાં અગ્નિકાંડ : 9નાં મૃત્યુ

ચાર માળની ઈમારતમાં મોડી રાતે ભભૂકી ભીષણ આગ : મૃતકોની ઓળખ પણ અસંભવ

નવીદિલ્હી, તા.3 : દિલ્હી-એનસીઆરમાં હાઇરાઇઝ ઈમારતમાં આગની ઘટનાઓ વણથંભી ચાલી રહી છે. ગાઝિયાબાદમાં કરોડોનાં ફ્લેટને ભસ્મીભૂત કરી નાખતી આગ પછી હવે દિલ્હીના વિવેક વિહારમાં પણ એસી ફાટતાં પ્રચંડ વિસ્ફોટ પછી ભયાનક અગ્નિકાંડ સર્જાયો છે. અહીં ફ્લેટમાં આગ ભભૂકી ઉઠતા 9 લોકોનાં ગમખ્વાર મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતકોના શબ એટલી હદે બળી ગયાં હતાં કે તેમાં ત્રી-પુરુષની ઓળખ પણ થઈ શકતી ન હતી.

આ ભીષણ અગ્નિકાંડ દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહારના બી બ્લોકમાં ચાર  માળની ઈમારતના ઉપરના માળે સર્જાયો હતો. શનિવારની રાતે 3 વાગ્યાનાં સુમારે આગ ભડકી હતી. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આગની જાણ થયા બાદ અગ્નિશામક દળના ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ઈમારતમાંથી 12થી 14 લોકોને સુરક્ષિત ઉગારી પણ લેવામાં આવ્યા હતા.

આ આગ એટલી વિકરાળ હતી કે, ફાયર બ્રિગેડની 14 ગાડીએ ભારે જહેમત પછી તેના ઉપર કાબૂ મેળવ્યો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક