એસઆરએચએ આપેલા 166 રનના ટાર્ગેટને કોલકાતાએ 18.2 ઓવરમાં ચેઝ કર્યો
હૈદરાબાદ,
તા. 3 : આઇપીએલમાં રવિવારે 45મા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ
સામે થયો હતો. હૈદરાબાદમાં રમાયેલા મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદને નવ વિકેટે હરાવ્યું
હતું. કોલકાતાને જીત માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 18.2 ઓવરમાં મેળવી
લીધો હતો.
હૈદરાબાદ
સતત પાંચ મેચ જીતીને મુકાબલામાં ઉતરી હતી અને હવે તેનો વિજય રથ રોકાયો છે. રનચેઝમાં
ફિન એલને કેકેઆરને તોફાની શરૂઆત અપાવી હતી અને 13 બોલમાં 296 રન કર્યા હતા. એલન આઉટ
થયા બાદ રહાણે અને અંગકૃષ રઘુવંશીએ મળીને બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી.
રહાણેએ 43 રનનું યોગદાન આપ્યું હતું અને આઉટ થયો હતો. રઘુવંશીએ અર્ધસદી કરી હતી, તેણે
47 બોલમાં 59 રન કર્યા હતા. રઘુવંશી આઉટ થયા બાદ રિંકુ સિંહે 22 અને કેમરુન ગ્રીને
3 રન કરીને ટીમને જીત અપાવી હતી.
અગાઉ
હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 19 ઓવરમાં 165 રન કર્યા હતા. હૈદરાબાદની શરૂઆત સારી રહી
નહોતી. અભિષેક માત્ર 15 રાને આઉટ થયો હોત. બાદમાં ટ્રેવિસ હેડ અને ઈશાન કિશેને બીજી
વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. હેડ 28 બોલમાં 61 રને આઉટ થયો હોત. બાદમાં
ક્લાસેન (11 રન), સ્મરણ રવિચંદ્રન (4 રન), અનિકેત વર્મા (6 રન) અને સલિલ અરોડા (2 રન)એ
નિરાશ કર્યા હતા. ઈશાને 29 બોલમાં 42 રન કર્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ
સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.