• સોમવાર, 04 મે, 2026

ઈડીના વિક્રમી દરોડા અને જપ્તી

2025-26માં ટાંચમાં લીધેલી મિલકતોનો આંકડો 81,000 કરોડને પાર : ધરપકડમાં 27 ટકાનો ઘટાડો

નવીદિલ્હી, તા.3 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ ગત નાણાકીય વર્ષમાં ધનશોધનના કેસમાં કરેલી ધરપકડોમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે તેનાં દ્વારા ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિનું મૂલ્ય 81,000 કરોડ રૂપિયાથી પણ વધી ગયું હતું. જે અત્યાર સુધીની સૌથી વધુ જપ્તીનો વિક્રમ પણ છે.

ધનશોધન નિવારણ અધિનિયમ(પીએમએલએ)ની કઠોર જોગવાઈઓ હેઠળ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તલાશી કે દરોડાની સંખ્યા 31 માર્ચનાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બમણી થઈને 2892 થઈ હતી.

ગત નાણાકીય વર્ષમાં ઈડીએ છેતરપિંડીના શિકાર લોકોને ટાંચમાં લીધેલી સંપત્તિ પરત આપવાનાં પોતાનાં નિર્ધારિત લક્ષ્યને બમણું કરીને પાર કર્યું છે. આ અવધિમાં 32 હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિઓ પરત કરવામાં આવી હતી.

એજન્સી આવી મિલકતો પરત કરવાનું લક્ષ્ય 1પ હજાર કરોડ રૂપિયા રાખેલું અને તેનાં કરતાં બમણી પરત કરી દેવામાં આવી હતી.

આ વર્ષમાં ઈડીએ કુલ 1પ6 લોકોની ધરપકડ કરી હતી. આ અગાઉ 2024-25માં તે આંકડો 214 હતો એટલે કે ધરપકડમાં 27 ટકા જેટલો ઘટાડો થયો છે. એ પહેલાં 2023-24માં ધરપકડની સંખ્યા 272 હતી.

ઇ-પેપરના નવા શુલ્ક