• સોમવાર, 04 મે, 2026

ફિલીપીન્સ, ચીન વચ્ચે સમુદ્રમાં તનાવ

ચીનનાં જહાજોની ગેરકાયદે ગતિવિધિથી ફિલીપીન્સ ઉશ્કેરાયું : યુદ્ધજહાજ તૈનાત કરવાનું એલાન

નવીદિલ્હી, તા.3 : ફિલીપીન્સ તટરક્ષક દળે (પીસીજી) આજે એક મોટા એલાનમાં પોતાનાં દાવાવાળા જળક્ષેત્રમાં સક્રિય ચીનનાં ડ્રોન મધરશિપ ઝૂહાઈયુન સહિત ચાર સંશોધન જહાજોને પડકાર આપવા અને તેને ખદેડવા માટે વિમાન અને યુદ્ધજહાજ તૈનાત કરવાનો ફેંસલો લીધો છે.

પીસીજીએ આ જહાજો ઉપર કેનેડાઈ ડાર્ક વેસલ ડિટેક્શન સિસ્ટમથી નજર રાખીને તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરતું ઠરાવ્યું હતું. ફિલીપીન્સ સરકારની અનુમતિ વગર સમુદ્રી વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવી રહ્યાનું અનુમાન છે અને તે યુનોના નિયમોનો સ્પષ્ટ ભંગ છે.  જૂહાઈયુનને દુનિયાનું પ્રથમ ઇન્ટેલિજન્ટ ડ્રોન મધરશિપ માનવામાં આવે છે. તે પ0થી વધુ માનવરહિત હવાઈ, સપાટી અને જળમગ્ન વાહનોને તૈનાત અને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ સ્પ્રેટલી દ્વીપ સમૂહ નજીક પંગાસિનનનાં ઉત્તર-પશ્ચિમમાં હોવાની જાણકારી મળી હતી અને તેની સાથે અન્ય ચીની જહાજો પણ ઓળખાયાં હતાં. ચીનની આ હરકતને પગલે ફિલીપીન્સે કડક સૂરમાં કહી દીધું હતું કે તે પોતાની સમુદ્રી ક્ષેત્રની રક્ષા માટે મક્કમ છે. અમારી સરકારની મંજૂરી વગરના કોઈપણ ગેરકાનૂની સમુદ્ર સંશોધનોને સાંખી લેવામાં નહીં આવે.

 

ઇ-પેપરના નવા શુલ્ક