• સોમવાર, 04 મે, 2026

યુદ્ધથી વૈશ્વિક મંદીનો ખતરો

ઈંખની ચેતવણી : વૈશ્વિક આર્થિક વિકાસદર ઘટીને બે ટકા સુધી નીચે જઈ શકે છે

નવી દિલ્હી, તા. 3 : અમેરિકા-ઈરાન યુદ્ધને બે મહિના થઈ ચૂક્યા છે, ત્યારે આ કાળમુખાં યુદ્ધની અસરથી આખી દુનિયા પર મંદીનુ સંકટ ઝળૂંબી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી પિયરે ઓલિવિયર ગોરિન્શાસે ચેતવણી આપી હતી કે, આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો તેલની કિંમતો વધશ અને વૈશ્વિક આર્થિક વિકાસદર ઘટીને બે ટકા સુધી જઈ શકે છે.

આવી વિકટ સ્થિતિ સર્જાય ત્યારે તેને વૈશ્વિક આર્થિક મંદી માનવામાં આવે છે. અલબત્ત અત્યારે યુદ્ધ રોકાયું જરૂર છે, પણ ખતમ નથી થયું.

આઈએમએફનાં નિવેદનમાં જણાવાયું હતું કે, આ વર્ષે વૈશ્વિક મોંઘવારી 4.1 ટકામાંથી ઘટીને 3.8 ટકા થઈ જવાની આશા યુદ્ધથી પહેલાં હતી, પણ હવે વધીને 4.4 ટકા થઈ જઈ શકે છે.

દરમ્યાન હાર્વર્ડના અર્થશાત્રી લિંડા બિલ્મસનું અનુમાન છે કે, અમેરિકાએ યુદ્ધ પર 9પ લાખ કરોડ રૂપિયાનો ધુમાડો અત્યાર સુધી કરી નાખ્યો છે.

આ યુદ્ધની આગની લપેટમાં અનેક ખાડી દેશો પણ આવી ગયા છે. સૌથી વધુ અસર યુએઈ પર પડી છે.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં ઈરાક, કતાર, કુવૈતની અર્થવ્યવસ્થા પર અસર પડી છે. યુદ્ધથી અમેરિકામાંયે મોંઘવારી વધી ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક