શારજાહથી ચેન્નાઇ આવી રહેલી ઉડાન ઊતરણ કરતી હતી; યાત્રીને તરત પકડી લેવાયો
ચેન્નાઇ, તા. 3 : અહીં ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર ભારે અચરજ પમાડતી ઘટનામાં રવિવારે સવારે ઊતરાણ વખતે એક યાત્રી ઊડતાં વિમાનનું
ઇમર્જન્સી ગેટ ખોલીને નીચે કૂદી પડયો હતો.
શારજાહથી ચેન્નાઇ પહોંચેલી એર
અરેબિયાની ઉડાનમાં 231 યાત્રી સવાર હતા. ઘટના બાદ તરત પાઈલટે વિમાન રોકી દીધું હતું.
કૂદી પડેલો યાત્રી મોહમ્મદ શરીફ
મોહમ્મદ નઝમુદ્દીન એરપોર્ટના કોમર્શિયલ ભાગ તરફ ભાગવા લાગ્યો હતો, જેનાં કારણે થોડીવાર
માટે અફરાતફરી મચી ગઇ હતી. સુરક્ષા કર્મીઓએ યાત્રીને તરત પકડી લીધો હતો. કૂદવા દરમ્યાન
યાત્રી ઘાયલ થઇ ગયો હતો. તે માનસિક રીતે બીમાર હોવાનો દાવો કરાયો હતો. સુરક્ષાનાં કારણે
મુખ્ય રન-વે એક કલાક બંધ રખાયો હતો.