• સોમવાર, 04 મે, 2026

IPL ફ્રેન્ચાઈઝી માટે BCCI બનાવશે આકરા નિયમ

સચિવ દેવજીત સૈકિયાએ ટીમોને આપી અનુશાસન આપવાની સલાહ

મુંબઈ, તા. 3 : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાના કહેવા પ્રમાણે ખેલાડીઓ અને અધિકારીઓએ આઈપીએલની છબી જાળવી રાખવા માટે નક્કી અનુશાસનનું પાલન કરવું જોઈએ અને સંચાલન સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ પક્ષો ઉપર લગામ કસવા માટે વધુ કડક ઉપાયો ઉપર વિચાર થઈ રહ્યો છે.

સૈકિયાની આ ટિપ્પણી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ અને ટીમ મેનેજર રોમી ભિંડર ઉપર ચાલી રહેલી આઈપીએલની બે અલગ અલગ ઘટના મુદ્દે દંડ થયા બાદ સામે આવી છે. સૈકિયએ કહ્યું હતું કે બોર્ડે સાફ શબ્દોમાં કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતી ટીમો ઉપર વધારે આકરી કાર્યવાહી કરવા અમુક વિકલ્પોનો વિચાર થઈ રહ્યો છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં આઈપીએલના વિભિન્ન નિયમો અને શરતોના પ્રોટોકોલ ઉપર વિચાર થઈ રહ્યો છે કે ટીમોએ કેવો વ્યવહાર કરવો જોઈએ.

હકીકતમાં રિયાન પરાગ કેમેરામાં વેપિંગ કરતા પકડાયો હતો, જેના કારણે તેને 25 લાખ રૂપિયાનો દંડ થયો હતો. આ ઉપરાંત ભિંડર પીએમઓએ પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ 5 લાખનો દંડ થયો હતો. ભિંડર ડગ આઉટમાં મોબાઈલ ઉપયોગમાં લઈ રહ્યા હતા. સૈકિયા અનુસાર આ માત્ર ખેલાડી કે કોઈ અધિકારી નથી, એક ટીમ તરીકે નિશ્ચિત અનુશાસન રાખવું પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક