• શનિવાર, 26 એપ્રિલ, 2025

સડક ઉપર નમાઝ : મેરઠથી લઈને દિલ્હી સુધી રાજકારણનો પારો ચઢ્યો માર્ગો ઉપર નમાઝની મનાઈને વિપક્ષે ગણાવી સાંપ્રદાયિક રાજનીતિ

નવી દિલ્હી, તા.27: રમઝાનમાં માર્ગો ઉપર યોજાતી નમાઝ મુદ્દે ભાજપે દિલ્હીથી લઈને ઉત્તરપ્રદેશ સુધી મોરચો ખોલી દીધો છે. પહેલા સંભલ અને મેરઠમાં સડક ઉપર નમાઝ સામે ફરમાન નીકળ્યા હતાં અને હવે મામલો દિલ્હી પણ પહોંચી ગયો છે. દિલ્હીમાં રસ્તાઓ ઉપર નમાઝ રોકવાની માગણી માગણી કરવામાં આવી છે તો યુપીમાં ચૈત્રી નવરાત્રિ ઉપર માંસનાં વેચાણ ઉપર રોક મૂકવાની માગણી કરવામાં આવી છે. વિપક્ષે ભાજપનાં નેતાઓની આ માગણી સામે વાંધો લીધો છે અને આને બંધારણની અવહેલના ગણાવી છે. આજે દિલ્હી ભાજપનાં અનેક વિધાયકોએ એકસૂરમાં સડકો ઉપર નમાઝ સામે રોકની માગણી કરી હતી જ્યારે આમઆદમી પાર્ટીએ આને ભાજપની સાંપ્રદાયિક રાજનીતિ ગણાવી હતી.

આ પહેલા સંભલમાં પ્રશાસન દ્વારા મુસ્લિમ પક્ષને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે, સડકની સાથે છત ઉપર પણ નમાઝની મનાઈ રહેશે. જો કે ઘરોની અગાસી નમાઝની મનાઈ સામે વિપક્ષે વાંધો લીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક