તપાસમાં નવો વળાંક : પ્રોગ્રેસ રિપોર્ટ તા.10મીએ હાઈ કોર્ટમાં મૂકાશે
રાજકોટ, તા.5 : ગોંડલના રાજકુમાર
જાટ કેસની તપાસ કરી રહેલા અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જયરાજાસિંહના
પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવા મામલે કોર્ટ સમક્ષ મંજૂરી માગી હતી. જે રાજકોટની
જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં ગણેશ
જાડેજા અને ટ્રાવેલ્સ બસના ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત 9 માર્ચે,
2025ના રોજ ગોંડલના પૂર્વ ખકઅ જયરાજાસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના
યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર
જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં
હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ
ગોંડલ અને મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના જઙ પ્રેમસુખ ડેલુ
અને ઉyતા જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે.