પાયલાટિંગ સાથે ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા 6 ઝડપાયા, 3 ફરાર
ધોરજી,
વિરપુર, તા.24: વિરપુર પોલીસ મથક વિસ્તારમાં જી.ઈ.બી.ના ચાલુ વીજ પ્રવાહના વાયરો કાપી
ચોરી કરતી ગેંગને પોલીસે કાગવડ પાટિયા પાસેથી ઝડપી પાડી છે. આ ગેંગ બોલેરો વાહનમાં
ચોરીનો સામાન ભરી કિયા કાર દ્વારા પાયલાટિંગ કરીને નાસી છૂટવાની પેરવીમાં હતી. પોલીસે
સ્થળ પરથી પ્રતાપાસિંહ ચૌહાણ, ગોપાલાસિંહ રાવત, ભગવાનાસિંહ ચૌહાણ, શોભાગાસિંહ રાવત
(તમામ મૂળ રાજસ્થાન, હાલ જામકંડોરણા) તેમજ સાજીદ પારેખ અને નીસાર ઉર્ફે ટીનો (રહે.
અમરેલી) સહિત 6 શખસની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 3 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
પકડાયેલા
શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓએ અગાઉ તા. 10ના રોજ રામપર ગામના પાટીયા પાસેથી
અને તા. 15ના રોજ આંચવડથી હરિયાસણ વચ્ચેના સીમ વિસ્તારમાંથી પી.જી.વી.સી.એલ. ના થાંભલા
પરથી એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી હતી. આ ચોરીનો માલ તેઓ બાબરાના મુસ્તાક નામના શખ્સને
વેચી દેતા હતા અને મળેલા નાણાના ભાગ પાડતા હતા. ગઈકાલે પણ તેઓ થોરાળા ગામની સીમમાં
ચોરી કરી રહ્યા હતા ત્યારે જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે
આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 320 કિલો એલ્યુમિનિયમ વાયર (કિંમત રૂ. 1.63 લાખ),
રોકડ રકમ રૂ. 1.14 લાખ, કિયા અને બોલેરો કાર મળી કુલ રૂ. 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત
કર્યો છે. હાલમાં ફરાર આરોપીઓ સરફરાજ કટારીયા, મુસ્તાક ઈસા ઘાચી અને ગોપાલાસિંહ સુરાડિયાને
પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.