• શનિવાર, 25 એપ્રિલ, 2026

ખાંભા : પ્રેમસંબંધમાં યુવકે ઝેરી દવા પી કરી આત્મહત્યા

ત્રણ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

અમરેલી.તા.24: ખાંભા તાલુકાના નિંગાળા-2 ગામના વતની અને સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા પ્રદીપ મનસુખભાઈ વણઝારાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું છે. પ્રદીપને ડેડાણ ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જે બાબતે સમાધાન થયા પછી પણ યુવતીના પરિવાર દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મૃતકના પિતાના જણાવ્યા મુજબ, યુવતીના પરિવારે પ્રદીપ સામે છેડતીનો ખોટો કેસ કર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અવારનવાર હેરાન કરવામાં આવતો હતો. આ દબાણ અને ત્રાસથી કંટાળી પ્રદીપે આપઘાત પૂર્વે એક વીડિયો પણ બનાવ્યો હતો.

આ બનાવ અંગે મૃતક પ્રદીપના પિતા મનસુખભાઈ વણઝારાએ ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ડેડાણના અકબરખાન પઠાણ, તેના પુત્ર તૌફીક પઠાણ અને પુત્રી તમન્ના પઠાણ સામે માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીઓએ અગાઉ પ્રદીપના ઘરે તલવાર લઈને આવી તેને માર મારવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વીડિયો ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક