• શનિવાર, 25 એપ્રિલ, 2026

જેતપુર હનીટ્રેપ કાંડ : લાંબા સમયથી ફરાર બે આરોપી પોલીસ સકંજામાં

જેતપુર,તા.24: જેતપુરમાં આશરે છ મહિના પૂર્વે એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા અંગે નોંધાયેલી ફરિયાદમાં સીટી પોલીસે મોટી સફળતા મેળવી છે. હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે આ ટોળકીના બે સભ્યોને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓએ જેતપુર ઉપરાંત રાજકોટ, મોરબી અને વાંકાનેરના ઉદ્યોગપતિઓને પણ શિકાર બનાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત આપી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકી વેપારીઓને જુદી-જુદી જગ્યાએ બોલાવી નાણાંની ઉઘરાણી કરતી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમરેલીના આશિષ વેકરીયા અને રાજકોટના રોહિત રાઠોડનો સમાવેશ થાય છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલ પ્રિયંકા ઉર્ફે પિયુ ગીનોયા અને નીલેશ ચૌહાણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક