• શનિવાર, 13 જુલાઈ, 2024

ઈસરોના આદિત્યએ શરૂ કરી કામગીરી

 પૃથ્વીથી 50 હજાર કિમીની દૂરીએ પહોંચતા જ પેલોડે પાર્ટિકલ્સની જાણકારી મોકલી

 

નવી દિલ્હી, તા. 18: ઈસરોએ સૂર્ય અભ્યાસ માટે મોકલવામાં આવેલા આદિત્ય એલ1ને લઈને મહત્ત્વનું અપડેટ આપ્યું છે. ઈસરોના કહેવા પ્રમાણે પૃથ્વીની કક્ષામાં રહેતા જ આદિત્ય એલ1ના આંકડા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ઈસરોના કહેવા પ્રમાણે પૃથ્વીથી 50 હજાર કિમીની દૂરીએ થર્મ આયન અને ઊર્જાવાન કણો, ઇલેક્ટ્રોનને માપવાનું કામ આદિત્ય એલ1માં લાગેલા પેલોડે શરૂ કરી દીધું છે. જેનું પૂરું નામ સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટીક પાર્ટિકલ સ્પેક્ટ્રોમિટ છે. આ ઉપકરણના સેન્સરે કામ શરૂ કર્યું છે.

સુપર થર્મલનો અર્થ એવી પ્રક્રિયાથી છે જે ખાસ કણોનું તાપમાન આસપાસના કણોથી વધારે હોય છે. પેલોડમાં કુલ છ સેન્સર છે. જે દરેક દિશામાં નજર રાખે છે અને સુપ્રા થર્મલ અને એનર્જેટિક આયન્સની જાણકારી એકત્રિત કરે છે. પૃથ્વીની કક્ષામાં રહીને મળતા આંકડા વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના પાર્ટિકલ્સના વ્યવહારની જાણકારી મેળવવામાં મદદ કરશે. ખાસ કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પાર્ટિકલ કેવો વ્યવહાર કરે છે તેની જાણકારી મળી શકશે.

ઈસરોના કહેવા પ્રમાણે પેલોડ સ્ટેપ્સને 10 સપ્ટેમ્બરના એક્ટિવ કરી દેવામાં આવ્યું હતું. પૃથ્વીની 50,000 કિમીની દૂરીએ પણ તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. આદિત્ય એલ1 મિશનને બીજી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક