• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

કૂબેર ફુડ્ઝમાં ફૂડ બ્રાન્ચના દરોડા !

લસ્સીવાલા અને ગોલાવાલાને ત્યાં વેચાતાં 1194 નંગ કોલ્ડ કોકો, છાશ, વિવિધ ફ્લેવરની લસ્સીના ગ્લાસમાં એકસપાયરી ડેટ દર્શાવેલી હોવાથી નાશ કરાયો : 400 લીટર સીરપ પણ પકડાયું

રાજકોટ તા.6 : ઉનાળાના ધોમધખતા તડકામાં બજારોમં ઠંડી છાશ, લસ્સી, કોલ્ડ્રીંક્સ સહિતના પદાર્થોનું પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશનની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમે આજરોજ ઈન્દિરા સર્કલ પાસે હેમાંગભાઈ દાવડાની માલિકીની પેઢી કુબેર ફૂડ્ઝમાં ચેકિંગ હાથ ધરવામાં આવતાં ચેકિંગ દરમિયાન એક્સપાયરી ડેટવાળી લસ્સી, કોલ્ડ કોકો સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

ફૂડ શાખાના અધિકારીઓના જણાવ્યાનુસાર ચેકિંગ દરમિયાન પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરેલો કોલ્ડ કોકો (250 એમએલ-200 નંગ), મસાલા છાશ (1 લીટર- 70 નંગ), કેસર ડ્રાયફ્રુટ મિલ્ક (250 એમએલ-52 નંગ), બેરીસ ક્વીન લસ્સી (250 એમએલ-20 નંગ), ફ્રેશ પાઈનેપલ લસ્સી (250 એમએલ-120 નંગ), મલાઈ મિસરી લસ્સી (250 એમએલ-120 નંગ), મસ્કા ખારી લસ્સી (250 એમએલ-72 નંગ), ચોકલેટ લસ્સી (250 એમએલ-120 નંગ) રોઝ લસ્સી (250 એમએલ-120 નંગ), મેંગો લસ્સી (250 એમએલ-120 નંગ), બટર સ્કોચ લસ્સી (250 એમએલ-40 નંગ), રાજભોગ લસ્સી (250 એમએલ-80 નંગ), કાજુ ગુલકંદ લસ્સી (250 એમએલ-40 નંગ), ડ્રાઈફ્રુટ લોડેડ લસ્સી (250 એમએલ-20 નંગ) ચકાસતા તેમાં ઉત્પાદન તારીખ દર્શાવેલી હોવાનું માલૂમ પડતાં 343 લીટર જથ્થોનો કોર્પોરેશનની ટીપરવાનમાં નાશ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત કુબેર ફૂડઝના એરપોર્ટ રોડ ઉપર મારૂતિનગર-2માં ‘ઓમ’માં આવેલા અન્ય એક ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરતાં અહીંથી આઈસ ગોલામાં ઉપયોગમાં લેવાતા ફ્લેવર્ડ સીરપ,સુગર ફ્રી સિરપ, માવા મલાઈ વગેરેનું ઉત્પાદન તથા પેકિંગ કરી તેઓની લસ્સીવાલા-ગોલાવાલા નામની બ્રાન્ચમાં સપ્લાય કરવામાં આવે છે. સ્થળ તપાસ કરતાં સુગ ફ્રી સિરપ બનાવવા સેકરીન પાઉડર

ઇ-પેપરના નવા શુલ્ક