પ્રથમ
વન ડેમાં 215 રનના વિજય લક્ષ્ય સામે ઓસિ.નો 165 રનમાં ધબડકો
કોલંબો
તા. 12: ઓસ્ટ્રેલિયા ટીમ સ્પિન જાળમાં આબાદ ફસાયું હતું અને શ્રીલંકા સામેના ઓછા સ્કોરવાળા
પ્રથમ વન ડેમાં તેની 49 રને આંચકારૂપ હાર થઇ હતી. શ્રીલંકાના 214 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા
ટીમ 33.પ ઓવરમાં 16પ રનમાં ઓલઆઉટ થઇ હતી. લંકન કેપ્ટન ચરિથ અસાલંકા પ્લેયર ઓફ ધ મેચ
બન્યો હતો. તેણે સદી ફટકારી હતી અને 1 વિકેટ લીધી હતી. બે મેચની શ્રેણીમાં શ્રીલંકા
1-0થી આગળ થયું છે. ચરિથ અસાલંકાએ 126 દડામાં
14 ચોકકા અને પ છકકાથી 127 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. આ સિવાય દ્રુનિત વેલ્લાલગેએ
30 રન કર્યાં હતા. બાકીના તમામ લંકન બેટર નિષ્ફળ રહ્યા હતા. પ વિકેટ પપ રનમાં પડી ગઇ
હતી. ઓસ્ટ્રેલિયા તરફથી શેન એબોટે 3 વિકેટ લીધી હતી. જોનસન, હાર્ડી અને એલિસને 2-2
વિકેટ મળી હતી.
બાદમાં
21પ રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમનો 16પ રનમાં ધબડકો થયો હતો.
એલેકસ કેરીએ 41 અને એરોન હાર્ડીએ 32 રન કર્યાં હતા. કપ્તાન સ્મિથ (12), લાબુશેન (1પ),
જેક ફ્રેઝર (0) સહિતના નિષ્ફળ રહ્યા હતા. શ્રીલંકા તરફથી 8 વિકેટ સ્પિન બોલરોએ લીધી
હતી. જેમાં મહીશ તિક્ષ્ણાએ 4, દ્રુનિત વલ્લાલગેએ 2 અને હસારંગા તથા અસાલંકાએ 1-1 વિકેટ
લીધી હતી.